સુરતઃ અફઘાનથી આવેલા આક્રમણકારી મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિરની ખ્યાતિથી લલચાઈને 17 વખત લૂંટ કરી મંદિર ખંડિત કર્યું હતું. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે અહીં ભવ્ય સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ મંદિરની પાસે હજી પણ માતા પાર્વતીનું ખંડિત મંદિર છે જેના જીર્ણોદ્ધારનો સંકલ્પ ફરી એક વખત એક ગુજરાતીએ કર્યો છે. આક્રમણકારીઓએ સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરની સાથે જે પાર્વતી મંદિરને ખંડિત કર્યું હતું તેને સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલીયા 25 કરોડથી પણ વધુના ખર્ચે બનાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવ અને શક્તિનું મિલન કરાવશે સુરતના હીરા ઉદ્યોગપતિ
સરદાર વલ્લભભાઈ પટેલે અહીં ભવ્ય સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ મંદિરની પાસે હજી પણ માતા પાર્વતીનું ખંડિત મંદિર છે જેના જીર્ણોદ્ધાર નો સંકલ્પ ફરી એક વખત એક ગુજરાતીએ કર્યો છે. આક્રમણકારીઓએ સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરની સાથે જે પાર્વતી મંદિરને ખંડિત કર્યું હતું તેને સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલીયા 25 કરોડથી પણ વધુના ખર્ચે બનાવશે.


આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટે કહ્યું- રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પર દારૂબંધીને પડકારતી અરજી ટકી શકે


ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી  પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ એક એવું મંદિર છે, જ્યાં મંદિરની પાસે માતા પાર્વતીનું મંદિર નથી. તેની પાછળ ઐતિહાસિક કારણ છે. અફઘાનિસ્તાનથી આવેલા મહંમદ ગઝનવીએ 17 વાર ગીર સોમનાથ જ્યોતિર્લિંગ પર આક્રમણ કર્યું અને મંદિર પરિસરમાં આવેલા તમામ મંદિરને ખંડિત કરી લૂંટ ચલાવી હતી. આખરે ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલ દ્વારા આજ પરિસરમાં ભવ્ય સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પરંતુ આજ પરિસરમાં આવેલા પાર્વતી માતાના મંદિર હાલ પણ ખંડિત છે અને ફરી એક વખત ગુજરાતના એક પુત્રે આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવાનો સંકલ્પ કર્યો છે. 


ભગવાન શિવમાં અટૂટ આસ્થા રાખનાર સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલીયા દ્વારા માતા પાર્વતીના મંદિરના જીર્ણોધ્ધાર માટે 25 કરોડ ખર્ચ કરાશે. વિશ્વના અનેક દેશોમાં હીરાનો વેપાર કરનાર ભીખાભાઇ ધામેલીયા અમરેલી જિલ્લાના વતની છે માતા પાર્વતી માટે મંદિરની સંપૂર્ણ જવાબદારી તેઓએ ઉઠાવી છે.


આ પણ વાંચોઃ સુરતની શાન વધારશે ડાયમંડ બુર્સ, એક જ જગ્યાએ જોવા મળશે 27 જેટલા જ્વેલરી શો-રૂમ  


શિવ અને શક્તિનું મિલન થાય એની તક મને મળી ગુજરાત માટે ગૌરવની વાત છે કે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને આ જ મંદિરની બાજુમાં આવેલ માતા પાર્વતીના ખંડિત મંદિરને પુનઃસ્થાપિત કરવા માટે ફરી એક વખત ગુજરાતી સામે આવ્યાં છે. ભીખાભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે, બધાંના સાથ સહકારના કારણે જ હું મંદિર બનાવવા માટે નિમિત્ત બની શક્યો છું. 1952માં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જે મંદિર બનાવવામાં આવ્યું તેનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ત્યાં અગાઉથી જ માતા પાર્વતીનું મંદિર હતું પરંતુ તે બનાવવામાં આવ્યું નહોતું. મંદિરની પાછળ જે ખંડિત પાર્વતી માતાનું મંદિર છે હું ચારથી પાંચ વખત ત્યાં ગયો ત્યારે મને લાગ્યું કે અહીં માતાજીનો મંદિર હોવું જોઈએ. અને સોમનાથ મંદિરની સામે તેનું દ્વાર હોવું જોઈએ.શિવ અને શક્તિનું મિલન થાય એની તક મને મળી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube