સિંહ અને કુતરાની લડાઇનો આવો વીડિયો નહી જોયો હોય! તમે કહેશો કળીયુગ ઘોડી ચડી આવ્યો
કહેવાય છે કે જબ સસ્સે પે કુત્તા આયા તબ અહેમદશાહને અહેમદાબાદ બસાયા. અમદાવાદની ધરતી પરથી અહેમદશાહ બાદશાહ જઇ રહ્યા હતા અને ત્યારે એક કૂતરો (રાજાનો શિકારી કુતરો) સસલાનો શિકાર કરવા ગયો અને ત્યારે સસલો શિકારી કૂતરાની સામે પડ્યો. તે જોઇને બાદશાહને થયું કે જરૂર આ જમીનમાં કંઇક છે. અને તેમણે જે નગર વસાવ્યું તે અમદાવાદ. પરંતુ ગીર સોમનાથમાંથી એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો જે તમને ન આશ્ચર્યચકિત કરશે પરંતુ ગ્લાનીથી ભરી દેશે.
રજની કોટેચા/ગીર સોમનાથ : કહેવાય છે કે જબ સસ્સે પે કુત્તા આયા તબ અહેમદશાહને અહેમદાબાદ બસાયા. અમદાવાદની ધરતી પરથી અહેમદશાહ બાદશાહ જઇ રહ્યા હતા અને ત્યારે એક કૂતરો (રાજાનો શિકારી કુતરો) સસલાનો શિકાર કરવા ગયો અને ત્યારે સસલો શિકારી કૂતરાની સામે પડ્યો. તે જોઇને બાદશાહને થયું કે જરૂર આ જમીનમાં કંઇક છે. અને તેમણે જે નગર વસાવ્યું તે અમદાવાદ. પરંતુ ગીર સોમનાથમાંથી એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો જે તમને ન આશ્ચર્યચકિત કરશે પરંતુ ગ્લાનીથી ભરી દેશે.
ગૂગલમાં ઘરની આસપાસનાં વિસ્તારની રેકી કરતા, ધાડ પાડતા સમયે ઘરમાં જમતા અને બીડી પીતા
સિંહને જંગલનો રાજા કહેવામાં આવ્યો છે. સિંહ ખુંખાર હોવાની સાથે નિયમનો પણ ખુબ જ પાક્કો માનવામાં આવે છે. તેને જો ભુખ ન હોય તો સામેથી ગમે તે પ્રાણી પસાર થઇ જાય તો તેની સામે પણ નથી જોતો. પોતાની જરૂરિયાત અનુસાર જ મારણ કરે છે. આવા વૈભવી લક્ષણોનાં કારણે જ કદાચ તેને જંગલના રાજાની પદવી આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, વાઘ અને ચિત્તો અને દિપડો જેવા અન્ય પ્રાણી સામે આવતા કોઇ પણ પ્રાણી કે માણસ પર હુમલો કરે છે. આવા અનેક કિસ્સા સામે પણ આવતા રહે છે.
મફતમાં દોરી સ્ટેન્ડ: અહીં સ્ટેન્ડ નંખાવીને તમારૂ ગળુ, જીવ અને પૈસા બધુ જ બચાવો
જો કે ગીર સોમનાથમાં એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં કુતરા અને સિંહ વચ્ચે ફાઇટ થઇ હતી. જેમાં સિંહ પર કુતરો ભારે પડ્યો હતો. ગીરના અભ્યારણ્યમાં સિંહો જોવા માટે અનેક પ્રવાસીઓ આવતા હોય છે. જો કે પ્રવાસીઓ માટે ત્યારે કુતૂહલ ભર્યું દ્રશ્ય સર્જાયું જ્યારે કુતરાએ સિંહ સામે હુમલો કરી દીધો. જંગલ વિસ્તારમાં સહેલાણીઓ દ્વારા જ્યારે સિંહ દર્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે એક કુતરા અને સિંહ વચ્ચેની ફાઇટના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં કુતરા દ્વારા સિંહને પાછળ ધકેલી દેવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાતા લોકોમાં તો આશ્ચર્ય સર્જાયું જ હતું સાથે સાથે આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં પણ કુતુહલ સહ આઘાતની લાગણી જોવા મળી રહી છે. લોકો ઘોર કળીયુગ, સિંહના જમાના ગયા, જમાનો બદલાઇ ગયો હવે કુતરાઓ સિંહ પર ભારે પડી રહ્યા છે જેવી અનેક કોમેન્ટ કરી રહ્યા છે.