મફતમાં દોરી સ્ટેન્ડ: અહીં સ્ટેન્ડ નંખાવીને તમારૂ ગળુ, જીવ અને પૈસા બધુ જ બચાવો

ઉતરાયણ નજીક આવતાની સાથે જ અનેક લોકોના દોરી વાગવાથી અકસ્માત અને મોત થવાના બનાવ સામે આવતા રહે છે. આ ઉપરાંત દોરી વાગવાથી પક્ષીઓ પણ ઘાયલ થાય છે. જો કે ઘણી વખત ચાલુ બાઇકે દોરી ગળામાં વાગવાથી લોકો ઘાયલ થતા હોય છે અથવા તો દોરી વાગવાને કારણે મોત પણ નિપજતું હોય છે. જેના કારણે સરકાર દ્વારા આ વર્ષે ચાઇનીઝ માંઝા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 
મફતમાં દોરી સ્ટેન્ડ: અહીં સ્ટેન્ડ નંખાવીને તમારૂ ગળુ, જીવ અને પૈસા બધુ જ બચાવો

મૌલિક ધામેચા/અમદાવાદ : ઉતરાયણ નજીક આવતાની સાથે જ અનેક લોકોના દોરી વાગવાથી અકસ્માત અને મોત થવાના બનાવ સામે આવતા રહે છે. આ ઉપરાંત દોરી વાગવાથી પક્ષીઓ પણ ઘાયલ થાય છે. જો કે ઘણી વખત ચાલુ બાઇકે દોરી ગળામાં વાગવાથી લોકો ઘાયલ થતા હોય છે અથવા તો દોરી વાગવાને કારણે મોત પણ નિપજતું હોય છે. જેના કારણે સરકાર દ્વારા આ વર્ષે ચાઇનીઝ માંઝા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

આ વખતે કોરોના મહામારીને પગલે કોઈ નવી ગાઇડલાઇન્સ અનુસરીને ઉતરાયણ મનાવવાની પરવાનગી રાજ્ય સરકારે આપી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી મિશન સેફ ઉતરાયણ ફાઉન્ડેશન ચલાવતા મનોજ ભાવસાર અનેક લોકોના જીવ બચાવવા માટે વર્ષોથી અનેક પ્રયત્નો કરતા હોય છે. તેઓ પુલ પર તાર પણ અનેક વર્ષોથી નાખતા આવે છે. આ વર્ષે તેમણે સ્ટેન્ડ નાખીને નવતર પ્રયોગ આદર્યો છે.

આ વર્ષે મનોજ ભાવસારે સામાજિક સંગઠન ભાવસાર વિઝન સાથે જોડાઈ સંખ્યાબંધ લોકોને ટુ વ્હીલર પર સેફટી ગાર્ડ બાંધવાનો પ્રયોગ કર્યો. જેમાં  અનેક લોકોને નિ:શુલ્ક સેફટી ગાર્ડ લગાવી દોરી વાગવાથી બનતા અકસ્માતો રોકવાનો સરાહનીય પ્રયાસ લોકોએ પણ વધાવ્યો છે. મોટા પ્રમાણમાં લોકોએ પોતાની બાઇકની આગળ આ પ્રકારનાં તારના સ્ટેન્ડ પણ લગાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news