હરીન ચાલીહા/દાહોદ : જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામમાં પરિવારજનોએ મહિલાને રસ્તામાં 20 ફૂટ ઢસડી-ઢસડીને મારી, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા તંત્ર દોડતું થયું છે. પોલીસઆરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. દાહોદ જિલ્લામાં ફરી એકવાર મહિલા પર થતા અત્યાચારનો બનાવ સામે આવ્યો છે. એમાં દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખી છે એમ કહી મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્લિપકાર્ટનો 2 કરોડનો ખટારો થયો ગાયબ, વડોદરા પોલીસે તપાસ કરી તો થયો ધડાકો


પોતાના જ પરિવારના 4 જેટલા ઈસમોએ એકસંપ થઈ મહિલાને પકડી જાહેરમાં લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. રોડ પર ઢસડી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.


GUJARAT CORONA UPDATE: નવા 17 કેસ, 22 દર્દી સાજા થયા, એકપણ મોત નહી


એકાદ માસ અગાઉ ધાનપુર તાલુકાના ખજૂરી ગામે એક પરિણીતા અને તેના પ્રેમીને જાહેરમાં માર માર્યો હતો. પહેરેલાં વસ્ત્રો ફાડી નિર્વસ્ત્ર કરી પરિણીતાને ગામમાં ફેરવી ઢોરમાર માર્યાનો બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરીવાર મહિલા પર અત્યાચારનો બનાવ સામે આવ્યો છે. સ્વાતંત્ર્ય પર્વના બીજા દિવસે, એટલે કે તારીખ 16મી ઓગસ્ટના રોજ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે રહેતી 50 વર્ષીય મહિલા મણિબેન મખલાભાઈ ગેંદાલભાઈ વળવાઈને પોતાનાં જ કુટુંબીઓએ ઢસડીને ઢોરમાર માર્યો હતો. 50 વર્ષીય મહિલાના કુટુંબીજનો દિતાભાઈ સકુડાભાઈ વળવાઈ, પંકજભાઈ છગનભાઈ વળવાઈ, પારુભાઈ મકાભાઈ વળવાઈ અને રમણભાઈ જેતાભાઈ વળવાઈ દ્વારા મણિબેનને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે ભાભોર કુટુંબના માણસો સાથે લડાઈ, ઝઘડો ચાલે છે, તો તું કેમ ભાભોર કુટુંબની સ્ત્રીઓ સાથે બોલાચાલીનો વ્યવહાર રાખે છે, એમ કહી ઉપરોક્ત ચારેય જણાએ તેમને શરીરે લાકડીઓનો માર માર્યો હતો. એટલું જ નહિ જમીન પર પાડી દઈ ઢસડીને માર મારી મારી નાખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવ્યું હતું.


PM મોદી સોમનાથનો સુર્વણયુગ પાછો લાવશે, સોમનાથ મંદિર પરિસરની થશે કાયાપલટ


આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાંવેંત એક્શનમાં આવેલી પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી લાવી હતી. આ સંબંધે અત્યાચારનો ભોગ બનેલી મણિબેન મખલાભાઈ ગેંદાલભાઈ વળવાઈ દ્વારા સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube