GUJARAT CORONA UPDATE: નવા 17 કેસ, 22 દર્દી સાજા થયા, એકપણ મોત નહી

રાજ્ય (Gujarat) માં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના (Coronavirus) નવા માત્ર 17 કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ 22 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે

GUJARAT CORONA UPDATE: નવા 17 કેસ, 22 દર્દી સાજા થયા, એકપણ મોત નહી

ગાંધીનગર: રાજ્ય (Gujarat) માં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના (Coronavirus) નવા માત્ર 17 કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ 22 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,14,956 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી (Gujarat Corona) સાજા થવાનો દર પણ ઝડપથી સુધરી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 5,92,708 દર્દીઓનું રસીકરણ થયું છે.

જો એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 179 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે. 173 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,956 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10,078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, અરવલ્લીમાં 1, ભાવનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 એમ કુલ 17 કેસ નોંધાયા છે.

જો રસીકરણ (Vaccination) ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 9 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4,574 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,20,735 નાગરિકોને રસીનો પ્રથમ અને 71,144 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 3,56,150 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 40,069 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 5,92,708 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં 4,12,21,618 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news