Mahant Dilipadasji Maharaj: સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ પ્રમુખ બનવાવામાં આવ્યા છે. જગન્નાથ મંદિરમાં યોજાયેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જ્યારે નૌતમ સ્વામીની હાકાલપટ્ટી બાદ કરાઈ નવા પ્રમુખની વરણી કરી દેવામાં આવી છે. આ સાથે જ અમદાવાદના જગવિખ્યાત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને હવે મોટી જવાબદારી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિતેશ બારોટના સપનાં તૂટ્યાં : ભાજપના 15 નામો જાહેર, કોણ બનશે સ્ટેન્ડિંગ ચેરમેન?


રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી મળી છે. અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકેની જવાબદારી મહંત દિલીપદાસજી મહારાજને મળી છે. આજ બેઠકમાં ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ઉપરાંત બે કાર્યકારી ઉપાઅધ્યક્ષની પણ નિમણુંક કરવામાં આવી છે. મોહનદાસજી મહારાજને અને રાજેન્દ્રનંદગીરી મહારાજને કાર્યકારી ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. 



અંબાલાલની આગાહી! ઓગસ્ટ કોરોકટ જતાં વધ્યું છે ટેન્શન, જાણી લો સપ્ટેમ્બરમાં શું થશે


આ વિશે મળતી માહિતી પ્રમાણે, જગન્નાથ મંદિર ખાતે સંતોની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં મહંત દિલીપદાસજી ભારતીય સંત સમિતિના પ્રમુખ બન્યા છે. આ બેઠકમાં મોહનદાસજી મહારાજ, અખિલેશ્વર દાસજી હાજર રહ્યા હતા. આ સિવાય ચૈતન્ય શભૂ મહારાજ, રાજચંદ્ર દાસજી મહરાજ, સુનિલ દાસજી દામોદરદાસજી સહિતના સંતો હાજર રહ્યા હતા. સાળંગપુર વિવાદની સનાતન ધર્મમાં મોટી અસર થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અખિલેશ્વરદાસ મહારાજને પણ ઉપાધ્યાક્ષ બનાવાયા હતા. રાજેંદ્રગીરી મહારાજ અને મોહનદાસ મહારાજને કાર્યકારી ઉપાધ્યક્ષ બનાવાયા છે. અખિલેશ્વરદાસ મહારાજને પણ ઉપાધ્યાક્ષ બનાવાયા છે. જ્યારે અરવિંદ બ્રહ્મબટ્ટને સંયોજક બનાવાયા છે. દામોદરદાસ મહારાજને પ્રવકતા તરીકે નિયુકતિ કરવામા આવી છે.


જન્માષ્ટમીએ દ્વારકા- શામળાજી મંદિરમાં આ લ્હાવો લેવાનુ ચૂકતા નહિ,સવારે 8 વાગે થશે ખાસ


નોંધનીય છે કે, આ પહેલા અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકે નૌતમ સ્વામી હતા. ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે મળેલી બેઠક બાદ નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.


બાળકને કૂતરું કરડ્યું પણ ઘરમાં કોઈને ખબર જ નહીં, આખરે પિતાના ખોળામાં દમ તોડ્યો