અંબાલાલની આગાહી! ઓગસ્ટ કોરોકટ જતાં વધ્યું છે ટેન્શન, જાણી લો સપ્ટેમ્બરમાં શું થશે

Weather Forecast : ગુજરાતીઓ માટે સારા સમાચાર એ છે કે, રાજ્યમાં સાતથી આઠ તારીખમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ લાવશે અને કેટલાક ભાગોમાં તો ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની સંભાવના રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, તારીખ 8 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. જે સિસ્ટમ ઓડિશા, આંધ્રપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે. હાલ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાપટાં પડવાની શક્યતાઓ છે.

અંબાલાલની આગાહી! ઓગસ્ટ કોરોકટ જતાં વધ્યું છે ટેન્શન, જાણી લો સપ્ટેમ્બરમાં શું થશે

Weather Forecast Heavy Rain Alert: વરસાદ ક્યારે આવશે આ સવાલ દરેકના મનમાં હોય છે. વરસાદ અંગેની અપડેટ જાણવામાં દરેકને રસ હોય છે. ત્યારે જાણી વરસાદ અંગે શું કહી રહ્યાં છે જાણીતા આગાહીકાર અંબાલાલ અને શું છે હવામાન વિભાગનો મત...સપ્ટેમ્બર માસમાં વરસાદની બેક ટુ બેક સિસ્ટમ બનશે. લો-પ્રેશરનાં કારણે બંગાળની ખાડીમાં ગજબની સ્થિતિ સર્જાશે. 10થી 14 તારીખે અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા વરસાદ લંબાશે. 20 સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થશે અને ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડશે. અમદાવાદ શહેરની વાત કરીએ તો આગામી બે-ત્રણ દિવસ વરસાદની કોઇ શક્યતા નથી. જ્યારે 8મી તારીખે સામાન્ય વરસાદની શક્યતા છે. ગાંધીનગરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળશે.

ઓગસ્ટ મહિનામાં આકરી ગરમીનો સામનો કર્યા બાદ સપ્ટેમ્બરમાં લોકોને તેનાથી રાહત મળી હતી. દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે આજે મધ્યપ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. તેજ પવન સાથે વીજળી અને વરસાદની સંભાવનાને જોતા બિહારના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે વિસ્તારોમાં આજે વીજળી પડવાની સંભાવના છે ત્યાંના લોકોને અગાઉથી જ ચેતવણી આપવામાં આવી રહી છે. તે જ સમયે, દિલ્હી-એનસીઆર સહિત પંજાબ, હરિયાણામાં રહેતા લોકો માટે કોઈ સારા સમાચાર નથી, અહીંના લોકોએ વરસાદની રાહ જોવી પડી શકે છે. અહીં પવન ફૂંકાઈ રહ્યો છે અને આકાશ પણ વાદળછાયું છે. પરંતુ IMD અનુસાર, 7-8 સપ્ટેમ્બરથી વરસાદ શરૂ થવાની સંભાવના છે.

IMD ના અપડેટ જાણો-
હવામાન વિભાગ (IMD) અનુસાર, ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે. ચોમાસાની ચાટનો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીની નજીક છે. તે યુપીના વારાણસી, છત્તીસગઢના અંબિકાપુર અને ઓડિશાના ઝારગુડામાંથી પસાર થાય છે. ત્યારબાદ તે લો પ્રેશર વિસ્તારના કેન્દ્ર સુધી દક્ષિણપૂર્વ તરફ આગળ વધે છે, જેના કારણે અહીં વરસાદની શક્યતા છે.

મધ્યપ્રદેશના આ ભાગોમાં ભારે વરસાદ થશે-
IMDના અનુમાન મુજબ, MP ના પૂર્વી ભાગના રીવા, શહડોલ, જબલપુર અને સાગર વિભાગોમાં આજે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. રાજધાની ભોપાલમાં આજે વરસાદની સંભાવના છે. બીજી તરફ, હિમાચલ પ્રદેશ પરના તેના અપડેટમાં, IMDએ કહ્યું કે ચંબાના સચ પાસમાં મંગળવારે હિમવર્ષા થઈ, જેના કારણે રાજ્યમાં આગામી કેટલાક દિવસો સુધી હળવો વરસાદ ચાલુ રહેશે. ઉત્તરાખંડમાં પણ આવું જ હવામાન રહેશે.

બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી 7 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. એક તરફ આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, ઓગસ્ટ ભલે કોરો ગયો પણ સપ્ટેમ્બર કોરો નહીં જાય. સપ્ટેમ્બરમાં પહેલાં સપ્તાહમાં જ મેઘરાજા ધબધબાટી બોલાવશે. જોકે, સપ્ટેમ્બર શરૂ થયો હવે ધીમેધીમે વરસાદ શરૂ થયો છે.

અલનીનોની અસરના કારણે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો અને તે બાદ ફરી એકવાર ચોમાસું એક્ટિવ થવા માટે સાનુકૂળ હવામાન બન્યું છે, આગામી સમયમાં નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને રાજ્યમાં મેઘ મહેર થઈ શકે છે, પાછલા 2 દિવસથી હળવો તડકો રાજ્યના ઘણાં ભાગોમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ હાલ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી નથી. ભેજવાળા પવનોના કારણે સાંજના સમયે બફારો પણ અનુભવાઈ રહ્યો છે.

આ વિસ્તારોમાં યલ્લો એલર્ટ
ઝારખંડમાં એકવાર ફરીથી ચોમાસું સક્રિય થઈ ગયું છે. રાજયના અનેક  ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે. આજે પણ પ્રદેશમાં વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 80 મિમી વરસાદ પડ્યો જેનાથી લોકોને ઉકળાટવાળી ગરમીમાં રાહત મળી. હવામાન વિભાગે રાજ્યમાં 8 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની શક્યતા જણાવતા યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. 

આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગોમાં, પૂર્વ રાજસ્થાન, દક્ષિણ ગુજરાત, અને પૂર્વોત્તર  ભારતમાં હળવા વરસાદની શક્યતા છે. બિહાર, ઝારખંડ, પૂર્વ અને મધ્ય ઉત્તર પ્રદેશ, સિક્કિમ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, લક્ષદ્વિપ, તમિલનાડુના કેટલાક ભાગો અને પશ્ચિમ હિમાલયમાં પણ આજે હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કેરળ, ઓડિશા, ગંગીય પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તેલંગણા, પૂર્વ મધ્ય પ્રદેશ, અને આંદમાન તથા નિકોબર દ્વિપ સમૂહમાં વરસાદની વકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news