સરકાર અમારું આંદોલન તોડવાનો પ્રયાસ કરી રહી છે : દિનેશ બાંભણિયા
શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના સભ્ય યુવરાજસિંહે આંદોલન છોડતા નવો વિવાદ ઉભો થયો છે. આખરે શા માટે યુવરાજસિંહે રાજીનામુ આપ્યું તે અંગે યુવરાજસિંહે જવાબ આપ્યો. ત્યારે શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના બીજા સભ્ય દિનેશ બાંભણીયાએ યુવરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કર્યું છે.
અતુલ તિવારી/અમદાવાદ :શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના સભ્ય યુવરાજસિંહે આંદોલન છોડતા નવો વિવાદ ઉભો થયો છે. આખરે શા માટે યુવરાજસિંહે રાજીનામુ આપ્યું તે અંગે યુવરાજસિંહે જવાબ આપ્યો. ત્યારે શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના બીજા સભ્ય દિનેશ બાંભણીયાએ યુવરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કર્યું છે.
સરકારી ભરતી આંદોલન અચાનક છોડનાર યુવરાજસિંહનો આરોપ, ઉત્તર ગુજરાતની લોબી રાજકારણ રમી રહી છે....
ઝી 24 કલાક સાથેની વાતચીતમાં દિનેશ બાંભણીયાએ કહ્યું કે, યુવાનોની ભરતી મામલે જાતિવાદનું રાજકારણ ના લાવવું જોઈએ. 1/8/18 ના પરિપત્રનો કારણે ભરતીમાં સમસ્યા ન થવી જોઈએ. મામલો હાઇકોર્ટમાં છે. આ સમિતિ કે આંદોલન કોઈ જાતિ કે વર્ગ માટે નથી. તમામ યુવાનો માટે લડત આપી રહ્યા છીએ. અસામાજિક તત્વો અને રાજકીય હિત સાધવા કેટલાક લોકોએ સમિતિ સામે સવાલો ઉભા કર્યા છે. યુવાનોને રોજગાર મળવો જોઈએ, સમિતિની બેઠક બે દિવસમાં બોલાવીશું. તમામ યુવાનોને સાથે રાખવા માંગીએ છીએ. સરકાર 8 થી 10 દિવસમાં અમને બોલાવશે.
સુરત : કોન્સ્ટેબલ સુનિતા યાદવ સાથેના વિવાદ બાદ મંત્રીપુત્ર પ્રકાશ કાનાણી સામે ગુનો નોંધાયો
આંદોલન તોડવાની વાત અંગે તેઓએ કહ્યું કે, સરકાર તરફથી આ આંદોલન તોડવાનું કેટલાક લોકો કામ કરી રહ્યા છીએ. યુવરાજસિંહ જાડેજા સાથે વાત થઈ છે, જાતિવાદથી દૂર રાખીને રોજગારી માટે આંદોલન ચલાવતા રહીશું. દરેક સમાજ પોતાના વર્ગ માટે લડત આપે છે, અમારી માગ છે કે જેમાં કોઈ સમસ્યા નથી એવી 2015, 16 અને 2018ની ભરતીઓ અંગે નિર્ણય સરકાર કેમ નથી લેતી? પ્રવીણ રામે પણ સવાલ ઉભા કર્યા, માગ કરી 1/8/18ના પરિપત્રની વાત કરી, એનાથી અમારે પ્રવીણ રામ સાથે કોઈ મનદુઃખ નથી થતું, બસ વાત જાતિવાદના રાજકારણથી દૂર રાખી યુવાનોને રોજગારી મળવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર