સરકારી ભરતી આંદોલન અચાનક છોડનાર યુવરાજસિંહનો આરોપ, ઉત્તર ગુજરાતની લોબી રાજકારણ રમી રહી છે.... 

યુવરાજસિંહ જાડેજાએ સરકારી ભરતીઓને લઈને ચાલી રહેલ આંદોલન અચાનક અધવચ્ચે છોડ્યું હતું. જાતિવાદના મુદ્દાઓ ઉભા થતા આંદોલનની આગેવાની છોડી તેવું યુવરાજસિંહ જાડેજાએ કારણ આપ્યું હતું. ત્યારે શિક્ષિત યુવા બેરોજગાર માટેની લડતના મામલામાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સદસ્ય યુવરાજસિંહ જાડેજા સાથે ઝી 24 કલાકે વાતચીત કરી. ભરતી મામલે યુવરાજસિંહે રાજનીતિ થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. જાતિવાદના મુદ્દાઓ સામે આવતા યુવરાજસિંહ નારાજ છે તેવુ તેઓએ જણાવ્યું. ચૂંટણીના કારણે ભરતી મામલે પણ જાતિવાદ ઉભો કરાઈ રહ્યો હોવાની વાત યુવરાજસિંહે કરી.
સરકારી ભરતી આંદોલન અચાનક છોડનાર યુવરાજસિંહનો આરોપ, ઉત્તર ગુજરાતની લોબી રાજકારણ રમી રહી છે.... 

અતુલ તિવારી/અમદાવાદ :યુવરાજસિંહ જાડેજાએ સરકારી ભરતીઓને લઈને ચાલી રહેલ આંદોલન અચાનક અધવચ્ચે છોડ્યું હતું. જાતિવાદના મુદ્દાઓ ઉભા થતા આંદોલનની આગેવાની છોડી તેવું યુવરાજસિંહ જાડેજાએ કારણ આપ્યું હતું. ત્યારે શિક્ષિત યુવા બેરોજગાર માટેની લડતના મામલામાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સદસ્ય યુવરાજસિંહ જાડેજા સાથે ઝી 24 કલાકે વાતચીત કરી. ભરતી મામલે યુવરાજસિંહે રાજનીતિ થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. જાતિવાદના મુદ્દાઓ સામે આવતા યુવરાજસિંહ નારાજ છે તેવુ તેઓએ જણાવ્યું. ચૂંટણીના કારણે ભરતી મામલે પણ જાતિવાદ ઉભો કરાઈ રહ્યો હોવાની વાત યુવરાજસિંહે કરી.

તેઓએ મોટા આરોપ મૂકતા કહ્યું કે, સરકારના જ કેટલાક આગેવાનો જાતિવાદનો મુદ્દો ઉછાળવા માંગે છે, જેના કારણે સમસ્યા ઉભી થઇ રહી છે. ઉત્તર ગુજરાતની લોબી રાજકારણ રમી રહી છે. વોટબેંકની રાજનીતિ ના થવી જોઈએ, પ્રશ્ન યુવાનોની રોજગારીનો છે, જાતિવાદનો નિમિત્ત બનાવ નથી માંગતો. 

રેરેસ્ટ ઓફ ધી રેર સર્જરી : અન્નનળીનું જટિલ ટ્યુમર દૂર કરીને સિવિલના તબીબોએ બાળકને નવી જિંદગી બક્ષી

ઝી 24 કલાકની ખાસ વાતચીતમાં તેઓએ કહ્યું કે, અમારી માગ ભરતી પૂર્ણ કરવાની હતી, પરિણામ જાહેર કરવાની માંગ હતી. બેરોજગાર કે ગરીબની કોઈ જાતિ હોતી નથી. કેટલીક જાતિના કહેવાતા આગેવાનો રાજનીતિ રમી રહ્યા છે. યુવાનીની ભરતીના મુદ્દાને જાતિવાદનો રંગ ના આપવો જોઈએ. 1/8/18ના પરિપત્રના સમાધાનની વાત  હતી, રોજગારી માટે જાતિવાદ વચ્ચે ના લાવવું જોઈએ. કેટલાક લોકો 1/8/18ના જીઆરને લઈ રાજનીતિ કરી રહ્યા છે, જે યોગ્ય નથી. જીઆર બનાવનાર સાથે વાત કરવી જોઈએ. જીઆર મુદ્દે ઉકેલ લાવવો જોઈએ, એને મુદ્દો ન બનાવવો જોઇએ. તમામ સમાજના નેતાઓ અને આગેવાનો સાથે બેસીને 1/8/18ના પરિપત્ર મુદ્દે સમાધાનકારી ઉકેલ લાવે તે જરૂરી છે. ચૂંટણી આવે એટલે જાતિવાદ ઉભું કરાઈ રહ્યું છે, જે યોગ્ય નથી. આંદોલન ચાલુ જ રહેશે, મુદ્દો યથાવત રહેશે. યુવાનો માટે લડતા રહીશું. હું સમાજનો નેતા કે આગેવાન નથી, વિદ્યાર્થી અને યુવાનોનો આગેવાન છું. અવાજ ઉઠાવતો રહીશ. હાલની પરિસ્થિતિને જોતા આગામી 2 કે 3 બેઠક બાદ ઉકેલ આવે તેવી શક્યતા છે, પરંતુ રાજનીતિ ભરતી મામલે ન થવી જોઈએ. હું જાતિવાદ અને રાજકારણથી દૂર રહીશ. સમીકરણ જે બન્યા છે એ જોતાં હવે દૂર રહીશ. બીજી મીટીંગમાં જતા પહેલા વિચારીશ. હાલ સ્પષ્ટ નહીં કહી શકું, પણ યુવાનો સાથે રહીશ, લડતો રહીશ. પરંતુ જાતિવાદની સાથે નહીં રહું, મુદ્દાને ધ્યાનમાં રાખીને લડીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news