સુરતમાં ખાડી ફરી બનશે આફત? સતત વરસતા વરસાદના કારણે પૂરની સ્થિતી પેદા થઇ
શહેરમાં ભારે વરસાદના પગલે ફરી એકવાર ખાડીમાં પાણી ભરાતા પૂરની સ્થિતી પેદા થઇ છે. ગત્ત 24 કલાકમાં એકંદરે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં 162 મી.મી વરસાદ પડ્યો છે. જ્યારે રાદેરમાં 99 મી.મી વરસાદ નોધાયો છે. જ્યારે સરેરાશ શહેરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.
સુરત: શહેરમાં ભારે વરસાદના પગલે ફરી એકવાર ખાડીમાં પાણી ભરાતા પૂરની સ્થિતી પેદા થઇ છે. ગત્ત 24 કલાકમાં એકંદરે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં 162 મી.મી વરસાદ પડ્યો છે. જ્યારે રાદેરમાં 99 મી.મી વરસાદ નોધાયો છે. જ્યારે સરેરાશ શહેરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. શહેરની સાથે સુરત જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે મીઠી ખાડીમાં ફરી એકવાર પાણી ભરાતા પૂરની સ્થિતી પેદા થઇ છે.
આફતનો વરસાદ: સૌરાષ્ટ્રમાં 15 ઇંચ સુધી વરસાદથી આફત, વલસાડમાં લાંગરેલી હોડી જાફરાબાદ પહોંચી
લીંબાયતના નીચાણવાળા વિસ્તારો જેવા કે લિંબાયતનગર, કમરૂનગર સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા છે. તંત્ર દ્વારા હજી સુધી માંડ સાફ સફાઇ પુર્ણ કરવામાં આવી છે ત્યાં ફરી એકવાર પુરનો ખતરો આવી પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાઇ પણ ગયા છે. તાપી નદીના કોઝવેમાં 9.29 મીટર પર પાણી વહી રહ્યું છે. અડાજણ રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થતા આસપાસના ઝુંપડાઓમાં પાણી ઘુસી ગયા છે.
સસરા પુત્રવધુના કપડા લઇ ગયા, પુત્રવધુને લાગ્યું કે તેના શરીર પર જીવડ ફરે છે અને પછી...
મીઠી ખાડી ફરી એકવાર ઓવરફ્લો
મીઠી ખાડીએ ગત્ત સપ્તાહમાં શહેરીજનોના જીવ ઉંચા કરી દીધા હતા. જો કે વરસાદનું પ્રમાણ ઘટતા મીઠી ખાડીના પુરના પાણી ઓસર્યા હતા. જો કે શહેર અને જિલ્લામાં ભારે વરસાદના પગલે બારડોલીથી નીકળતી મીઠી ખાડી 35 કિલોમીટર લાંબી વહેતી હોવાથી સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડી ભયજનક સપાટી 7 મીટર કુદાવીને 8.25 મીટરે પહોંચી છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારો અત્યારથી જ પાણી પાણી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર