સત્યમ હંસોરા/રાજકોટ: જો તમે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવાનું વિચારો છો તો જરા ધ્યાન રાખજો...કારણ કે, રાજકોટ સિવીલ હોસ્પિટલની અનેક બેદરકારીઓ સામે આવી છે. અહિં દર્દી સારવાર કરાવવા આવે છે પરંતુ માંદા થઇને પરત ફરે તેવી સ્થિતી જોવા મળી હતી. રાજકોટ મહાનગરપાલીકાનાં વિરોધપક્ષનાં નેતા વસરામ સાગઠીયાએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા સિવીલ હોસ્પિટલ તંત્રનો ભાંડો ફુટી ગયો હતો અને ગંદકીનાં જંગ અને દર્દીઓને પડતી હાલાકી સામે આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવીલ હોસ્પિટલ ખુદ માંદગીનાં ખાટલે હોય તેવું લાગી રહ્યું છે. અહિં ગંદકીનાં ગંજ, ઓપીડી બિલ્ડીંગમાં હજું પણ વરસાદી પાણી અને તેમાં પણ મચ્છરોનાં ઉપદ્રવ જોવા મળી રહ્યા છે. દર્દીઓ રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સાજા થવા આવતા હોય છે પરંતુ અહિં તો દર્દી સાજા નહિં પરંતુ ઉલટાનાં વધુ માંદા થાય તેવી સ્થિતીએ નિર્માણ લીધું છે. રાજકોટ મહાનગરપાલીકાનાં વિરોધપક્ષનાં નેતા વસરામ સાગઠીયાએ આજે રાજકોટ સિવીલ હોસ્પિટલની સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. જેમાં અનેક બેદરકારીઓ સામે આવી હતી.


વારસો સાચવી રાખવા આ સમાજના લોકો કોરોડોનું સોનું પહેરી કરે છે ‘મણિયારો રાસ’


ઓ.પી.ડી બિલ્ડીંગનાં સેલર અને લીફ્ટનાં સેલરમાં વરસાદી પાણી અને તેમાં પણ મેડીકલ વેસ્ટ જોવા મળ્યો હતો. એટલું જ નહિં રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક ફાળવવામાં આવતી દવા દર્દીઓને આપવાને બદલે સેલરમાં ભંગારની વચ્ચે પડેલી હતી જેની એક્સપાઇરી ડેટ પણ 2021 સુધીની જોવા મળી હતી. વિરોધપક્ષનાં નેતા વસરામ સાગઠીયાએ સિવીલ હોસ્પિટલની બેદરકારીની આવતીકાલે મુખ્યમંત્રીને રાજકોટમાં જ રૂબરૂ મળીને રજૂઆત કરશે અને જો નિકાલ નહિં આવે તો ઉગ્ર વિરોધ નોંધાવવાની ચિમકી આપી હતી.


અશોક ગેહલોતે ગુજરાતીઓને દારૂડિયા કહ્યાં, તેમણે માફી માગવી જોઇએ: CM રૂપાણી


તો બીજી તરફ સિવીલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ મનિષ મહેતાએ હોસ્પિટલનાં સેલરમાં પાણી ભરાયું હોવાની વાતને કબુલી હતી અને તેનાં નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં પાણી ચુવતુ હોવાનું કહિને બચાવ કર્યો હતો. વિપક્ષનાં નેતાએ કરેલી રજૂઆતનાં શું જવાબ મળ્યા જૂઓ..



વિપક્ષનાં નેતાએ કાઢી બેદરકારી સુપ્રિટેન્ડન્ટનો શું હતો બચાવ
(1) ઓપીડી બિલ્ડીગનાં સેલરમાં પાણી અને ગંદકી (1) પંપ મુકી પાણી કાઢ્યુ પણ ચુવાક ચાલું છે
(2) લિફ્ટનાં ખાડામાં પાણી અને ગંદકી (2) વરસાદ બાદ લિફ્ટનાં ખાડા બુરી ઓટા કરાશે
(3) જાહેરમાં શૌચક્રિયા કરાય છે (3) 15 દિવસમાં પે અન્ડ યુઝ ટોઇલેટ મુકાશે
(4) દર્દીઓનાં સગાએ જ સ્ટ્રેચર લઇ જવું પડે છે (4) સ્ટ્રેચરનો પ્રશ્ન હલ કરવા ઇ-રીક્ષાનો થશે ઉપયોગ
(5) ગંદકી થી મચ્છરોનો ઉપદ્રવ (5) ઓઇલ નાંખી મચ્છરોનો ઉપદ્રવ અટકાવાય છે
(6) 2021 સુધીની એક્પાઇરી દવાનો જથ્થો કેમ ત્યાં (6) સ્ટોર ઇન્ચાર્જને દવાનાં જથ્થાની સુચના આપશું

જોકે આ બેદરકારીનાં જવાબ સિવિલ સુપ્રિટેન્ડન્ટે આપીને વિપક્ષનાં નેતાને સમજાવી દીધા હતા. જોકે ગંદકીનાં જંગ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા હતા પરંતુ સવાલ એ છે કે, દર સોમવારે સ્વચ્છતા કમિટી હોસ્પિટલમાં રાઉન્ડ મારીને રીપોર્ટ આપવામાં આવે છે તેમાં ગેમ ગંદકી જોવા મળી નથી. કે પછી આંખ આડા કાન કરી લેવામાં આવ્યા છે.


બી.જે મેડીકલની પીજી હોસ્ટેલમાં ‘દારૂની મહેફિલ’, કેવી રીતે થયો ખુલાસો જાણો


એક તરફ સ્વચ્છ ભારતની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ ખુદ સરકારની જ સિવીલ હોસ્પિટલમાં ગંદકીનાં ગંજ જોવા મળી રહ્યા છે. અહિં દર્દીઓ સાજા થવા આવતા હોય છે પરંતુ મચ્છરોનો ઉપદ્રવ હોવાથી દર્દીઓને સાજા થવાને બદલે માંદા થઇને પરત ફરવું પડે તેવી સ્થિતીએ નિર્માણ લીધું છે. સરકારી અધીકારીઓ પોતાની જવાબદારીઓમાંથી હાથ ખંખેરી નાખતા જોવા મળ્યા છે ત્યારે હવે રાજ્ય સરકાર આ બેદરકારી સામે કોણે જવાબદાર ઠેરવે છે અને કેવા પગલા લે છે તે જોવું રહ્યું.


જુઓ Live TV:-