વારસો સાચવી રાખવા આ સમાજના લોકો કોરોડોનું સોનું પહેરી કરે છે ‘મણિયારો રાસ’

શેરી ગરબીઓે અને અમુક ખાનગી ગરબીઓનો બાદ કરતા નવરાત્રીના તહેવારમાં પ્રાચીન ગરબાઓ ભાગ્યે જ કોઈ જગ્યા જોવા સાંભળા મળે છે.ત્યારે પોરંબદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની પરંપરાને જાળવી રાખી છે.અહી મહિલાઓ પારંપરીક વસ્ત્રોની સાથે લાખો રુપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહેરના રાસડા રમે છે તો પુરુષો મહેરના પારપંરીક પોશાક પહેરીને જ્યારે મણીયારો રાસ લે છે ત્યારે આપણી ભવ્ય સંસ્કૃતિ કેટલી મહાન છે તેનો ખ્યાલ આવે છે.

વારસો સાચવી રાખવા આ સમાજના લોકો કોરોડોનું સોનું પહેરી કરે છે ‘મણિયારો રાસ’

અજય શીલુ/પોરબંદર: શેરી ગરબીઓે અને અમુક ખાનગી ગરબીઓનો બાદ કરતા નવરાત્રીના તહેવારમાં પ્રાચીન ગરબાઓ ભાગ્યે જ કોઈ જગ્યા જોવા સાંભળા મળે છે.ત્યારે પોરંબદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની પરંપરાને જાળવી રાખી છે.અહી મહિલાઓ પારંપરીક વસ્ત્રોની સાથે લાખો રુપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહેરના રાસડા રમે છે તો પુરુષો મહેરના પારપંરીક પોશાક પહેરીને જ્યારે મણીયારો રાસ લે છે ત્યારે આપણી ભવ્ય સંસ્કૃતિ કેટલી મહાન છે તેનો ખ્યાલ આવે છે.

પોરબંદર મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા છેલ્લા 20 વર્ષથી પોરબંદરના ચોપાટી મેદાન પર ફક્ત મહેર સમાજના લોકો માટે નવરાત્રીનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. મહેર સમાજ દ્વારા દર પાંચમા નોરતે મહેર સમાજના પારંપરીક પોશાક પહેરીને જ મહીલા અને પુરુષો રમે તે પ્રકારનુ આયોજન કરવામાં આવે છે. અહી પાંચમાં નોરતે આજે પણ આપણી પરંપરાગત જે જુના ગરબાઓ છે તેની જલક જોઈ શકાય છે તો સાથે જ જ્યારે મેર સમાજના પુરુષો-મહિલાઓ ઢોલ શરણાઈના તાલે રાસ લે છે. ત્યારે જોનારાઓ મંત્રમુગ્ધ બની જાય છે.

અશોક ગેહલોતે ગુજરાતીઓને દારૂડિયા કહ્યાં, તેમણે માફી માગવી જોઇએ: CM રૂપાણી

મણીયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી,આંગણી અને પાઘડી પહેરે છે તો મહિલાઓ પારંપરીક મહેરનો રાસ રમતી વેળાએ ઢારવો અને કાપડા સાથે દરેક મહિલા લાખો રુપિયાના પૌરાણીક સોનાના દાગીના પહેરીને રમતી જોવા મળે છે. ગુજરાતના લોકનૃત્યોમાં રાસના અનેક પ્રકારો છે જેમાં એક છે મણીયારો રાસ કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં મહેર સમાજ દ્વારા રમવામાં આવે છે. આજે દેશ વિદેશમાં તેમજ દરેક રાષટ્રીય કાર્યક્રમોમાં પણ અચુક મહેરનો મણીયારો આપણે જોવા મળે છે. 

બી.જે મેડીકલની પીજી હોસ્ટેલમાં ‘દારૂની મહેફિલ’, કેવી રીતે થયો ખુલાસો જાણો

મણીયારો રાસ રમતી વેળાએ પુરુષો આંગણી,ચોરણી અને પાઘડી અને ખેસ પહેરીને રમે છે તો પારંપરીક મહેરનો રાસ રમતી મહિલાઓ પોશાકમાં ઢારવો,કાપડુ,ઓઢણી અને કાનમાં વેઢલા તો ડોકમાં સોનાના હાર સહિત લાખો રૂપિયાના સોનાના દાગીના પહેરે છે. આજના જમાના સોનાના ભાવ સાંભળીને લોકો એક તોલુ સોનુ લેવાનું પણ ટાળતા હોય છે. ત્યારે આ ગરબીમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ કરોડો રુપિયાના ઘરેણા પહેરીને જ્યારે રાસ લે છે, ત્યારે લોકો જોતા રહી જાય છે અને આખુ મેદાન જાણે કે સોનાના પ્રકાશથી જળહળતુ હોય તેવો આભાસ થાઈ છે.

રિસર્ચમાં જાણવા મળ્યું માયોસેન યુગમાં ગુજરાતના આ જિલ્લામાં વસતા હતા હિપોપોટેમસ અને જિરાફ

પોરબંદર મહેર સમાજ દ્વારા યોજાતી આ ગરબી અને તેમાં પણ જે એક દિવસ માટે યોજાતા પરંપરાગત રાસ લેવામાં આવે છે તે જોઈને એવુ અવશ્ય કહી શકાઈ કે,મહેર સમાજે આજે પણ પોતાનો વારસો સાચવી રાખ્યો છે.આ ગરબીને નિહાળીને આપણે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્કૃતિ કેટલી મહાન છે તેની ઝાંખી આ રાસને જોતા અચુક થાય છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news