સરકારને એક સાંધે ત્યાં તેર તુટે: અર્બન હેલ્થ મિશનના કર્મચારીઓમાં અસંતોષ, હડતાળની ચિમકી
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 અને વર્ગ -4 ના કર્મચારીઓ માટે ખુશી સંદેશ આપવામાં આવ્યો છે. જો કે સરકારની આ જાહેરાતને સરકારી કર્મચારીઓ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. સરકાર દ્વારા વર્ગ -3 ના કર્મચારીઓને ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થુ ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે વર્ગ 4ના અધિકારીઓને 3500 રૂપિયા બોનસની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 અને વર્ગ -4 ના કર્મચારીઓ માટે ખુશી સંદેશ આપવામાં આવ્યો છે. જો કે સરકારની આ જાહેરાતને સરકારી કર્મચારીઓ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. સરકાર દ્વારા વર્ગ -3 ના કર્મચારીઓને ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થુ ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે વર્ગ 4ના અધિકારીઓને 3500 રૂપિયા બોનસની જાહેરાત કરવામાં આવી છે.
જો તમે GOOGLE PAY વાપરતા હો તો સાવધાન, ઠગ ટોળકી આ પ્રકારે કરી શકે છે ઠગાઇ
જો કે બીજી તરફ આ જાહેરાત સાથે જ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આઉટસોર્સિંગના કર્મચારીઓમાં નારાજગી ફેલાઇ છે. NHM અને આઉટ સોર્સિંગના કર્મચારીઓ માટે કોઇ જાહેરાત નહી કરાતા રોષ વ્યાપ્યો છે. આ ઉપરાંત તેમનું વોશિંગ એલાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ગુજરાત નર્સિંગ યુનિયનના પ્રમુખે જણાવ્યું કે, રાજ્ય સરકારે વર્ગ-3 અને વર્ગ 4ના 12 લાખ કર્મચારીઓને જાહેરાત કરીને ખુશ કરી દીધા છે, પરંતુ અમારા તો હકના પૈસા પણ કાપવામાં આવી રહ્યા છે. જ્યારે કોરોના કાળમાં અમારા તમામ સ્ટાફ દ્વારા જીવના જોખમે કામગીરી કરવામાં આવી છે.
દ્વારકા જિલ્લાના મીઠાપુરની ટાટા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 2 કિલોમીટર સુધી આગનાં ગોટેગોટા
કર્મચારીઓનો આક્ષેપ છે કે, વોશિંગ એલાઉન્ટ અને રિસ્ક એલાઉન્ટ પેટે 1500 રૂપિયા મળતા હતા તે પણ બંધ કરી દેવાયા છે.મોંઘવારી ભથ્થા માટે 11 મહિના સુધી આંદોલન કર્યા બાદ 210 રૂપિયા વધારી દીધું જે 6 મહિના આપીને હવે બંધ કરી દીધું છે. NHM ના કર્મચારીઓનો પંજાબ અને હિરયાણાં 44 હજાર રૂપિયા પગાર છે. ત્યાં સરકારી કર્મચારી સમકક્ષ બેઝીક આપવામાં આવે છે. અહીં શરૂઆતમાં માત્ર 13 હજાર રૂપિયા અપાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube