ઝી બ્યુરો/ભરૂચ: તમે આ ઘટના વાંચીને માનશો નહીં કે આ શક્ય છે. બહેનો એક પત્ર લખજો, તમારો ભાઈ જ્યાં હશે ત્યાંથી જવાબ આપશે. ખરેખર મોદીએ આ શબ્દોને યોગ્ય ઠેરવ્યા છે. જે લોકોએ આ બાબતની મજાક ઉડાવી હતી. એમના માટે આ ઘટના લપડાક સમાન છે. એક ગુજરાતી દીકરીએ મોદીને એક પત્ર લખ્યો કે સ્કોરલર શિપ તો મળી ગઈ છે પણ ડોક્ટર બનવા 4 લાખ રૂપિયા ખૂટે છે અને તાત્કાલિક ભરૂચની કલેક્ટર ઓફિસમાં પીએમઓમાંથી ફોન આવ્યો કે દીકરી ભણવા માગે છે તો રૂપિયાની વ્યવસ્થા કરો અને ગણતરીના દિવસોમાં આ દીકરીને રૂબરૂ બોલાવીને આ રૂપિયા આપી દેવાયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી જાપાનમાં હશે ત્યારે 'દાદા' સંભાળશે કમાન, 5 વર્ષ બાદ ભૂપેન્દ્ર પટેલને મળી તક


આ ઘટના એ ગુજરાતના ભરૂચ જિલ્લાની છે. જે દીકરીને મોદીએ વચન આપ્યું હતું કે બેટા કંઇ તકલીફ પડે તો માત્ર પત્ર લખજે... ખરેખર એ દીકરીએ વિચાર્યું પણ નહીં હોય કે એક પત્રનો પીએમ મોદી જવાબ આપશે. ખરેખર આ વાસ્તવિકતા છે અને આ ઘટના એ ઉદાહરણ રૂપ છે કે આજે પણ ગુજરાતનો દીકરો ગુજરાતીઓની મદદમાં આગળ હોય છે. આ સ્ટોરી તમને રડમસ કરી મૂકશે. વાગરા તાલુકાના દિવ્યાંગ ઐયુબ પટેલ કે જેઓ પોતાના પરિવાર સાથે ભરૂચ બાયપાસ પાસે આવેલ ઇમરાન પાર્ક સોસાયટીમાં રહે છે. તેમના પરિવારમાં તેમના પત્ની રેહાના પટેલ, માતા અને ત્રણ દીકરીઓ છે. એક સમયે ભરૂચના ઐયુબ પટેલ અને દીકરી આલિયા સાથે વાતચીત દરમિયાન આલિયા અને નરેન્દ્ર મોદી પણ ભાવુક બન્યા હતા. ભરૂચ જિલ્લાના વાગરામાં રહેતી આલિયા વિશે વાત કરીએ તો નાનપણથી તેઓ અભ્યાસમાં તેજસ્વી હતી અને તેની ઈચ્છા ડોક્ટર બનવાની હતી, પણ પિતા પ્રજ્ઞાચક્ષુ હોવાથી આર્થિક સમસ્યા સામે આવી ઉભી હતી પણ 2022માં દૂધધારા ડેરીના મેદાનમાં યોજાયેલાં એક કાર્યક્રમે તેનું જીવન બદલી નાખ્યું છે. 


કોણ છે આ ગુજરાતી નટવરલાલ! 3 રાજ્યના MLAને મંત્રી બનવાના સપનાં દેખાડ્યા, 56ની છાતી..


પીએમ મોદીએ આલિયાને જણાવ્યું હતું કે, અભ્યાસમાં કઈ તકલીફ પડે તો મને પત્ર લખજે. આ વાકયને યાદ કરી તેણે વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં એમબીબીએસના અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવ્યો હતો. આલિયાએ 13મી ઓકટોબર 2022ના રોજ PMOમાં પત્ર લખી અભ્યાસ માટે આર્થિક સહાય મળે તેવી માગ કરી હતી. જાન્યુઆરી 2022માં વડાપ્રધાન કાર્યાલયમાંથી તેમને જવાબ મળ્યો હતો કે, તમારા પત્ર સંદર્ભમાં ભરૂચ કલેકટર કચેરીમાં કાર્યવાહી કરવા જણાવ્યું છે. 12મી મે 2023ના રોજ ભરૂચ કલેકટરનો ડૉ. તુષાર સુમેરાનો ફોન આવ્યો અને આખા પરિવારને કલેકટર કચેરી ખાતે બોલાવવામાં આવ્યું અને કલેકટરના હસ્તે 4 લાખ રૂા.નો ચેક આલિયાને અર્પણ કરાયો હતો. આ વિશે આલિયાના પિતા ઝઐયુબભાઇ પટેલે જણાવ્યું હતું કે, આલિયાએ મેડિકલમાં પ્રવેશ મેળવ્યો જેની એક વર્ષની ફી 11.53 લાખ છે સરકારની વિવિધ યોજનામાંથી 8 લાખની સ્કોલરશિપ મળી હતી. બાકીના 4 લાખ માટે PM મોદીની મદદ માગી હતી. જેમાં કલેકટર સહિતના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ તેમનો એક દિવસનો પગાર દાનમાં આપ્યો હતો. 


પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન



ઉલ્લેખનીય છે કે, ઐયુબ પટેલ રાષ્ટ્રીય અંધજન ભરૂચ જિલ્લાની સંસ્થામાં માનદ સેવા પણ કાર્ય કરે છે. આ સંસ્થાની મદદથી અન્ય લોકોની પણ મદદ કરે છે. દેશના વડપ્રધાન જેવી વ્યક્તિ આજે અમારી જેવા સામાન્ય વ્યક્તિ સાથે વાત કરી ત્યારે એમને લાગ્યું કે પીએમ નરેન્દ્ર મોદી દેશની જનતાની ચિંતા કરે છે અને તેમને ક્યારેય તકલીફ ન પડે તેનું ધ્યાન પણ રાખે છે. ઐયુબભાઈ અને તેમની દીકરી આલિયાએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. ખરેખર આ ઘટના એ યાદ અપાવે છે કે દેશના પીએમ હોય તો મોદી જેવા જે એક પત્ર પર દોડીને મદદે આવે છે. આવી ઘટનાઓ ભાગ્યે જ બનતી હોય છે પણ આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે મોદી આજે પણ ગુજરાત માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે.


સૌરાષ્ટ્ર યુનિ.માં બે જ ચર્ચા 'ભીમાણી' અને 'ભ્રષ્ટાચાર'! ACBમાં થયેલી અરજીની તપાસ..!