મૌલિક ધામેચા / અમદાવાદ : અમદાવાદમાં દિવાળી બાદ રીક્ષા યુનિયન અચોક્ક્સ મુદ્દતની હડતાળ પર ઉતરશે. કારણ છે ઇંધણના સતત વધતા ભાવ સામે રીક્ષા ચાલકોને ભાડામાં કોઈ વધારો મળતો નથી.જેને પગલે ગ્રાહકો પાસેથી ઉચ્ચક ભાડું વસુલાત કરતા. જોકે આ સંદર્ભે બુધવારે સાંજે અમદાવાદ RTO ખાતે રીક્ષા યુનિયનની મિટિંગ મળી હતી. જો કે આ બેઠક અનિર્ણિત રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહતના સમાચાર: પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારા વચ્ચે તેલની કિંમતમાં 10 નો ઘટાડો


આ મીટિંગના અંતે માત્ર યુનિયનના મુદ્દાઓ વાહન વ્યવહાર અધિકારી સુધી પોહચાડવા માટે RTO અધિકારીએ હૈયાધારણા આપી હતી. જેને પગલે રીક્ષા યુનિયનના સભ્યો એ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે આવતા સાત દિવસમાં સરકાર હકારાત્મક જવાબ નહિ આપેતો રીક્ષા ચાલક અચોક્કસ મુદતની હડતાળ પાડશે. જો તેમ છતા પણ નિવેડો નહી આવે તો ભવિષ્યમાં વધારે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.


Jamnagar: દેશની ધરોહરની ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગને જામનગર પોલીસે ઝડપી લીધી


ઉલ્લેખનીય છે કે RTO ખાતે રીક્ષા ચાલકોના વિવિધ યુનિયન મિટિંગ માટે પહોંચ્યા હતા. જોકે હડતાલ નો સુર છેડાતા આગામી 31 ઓક્ટોબરે રીક્ષા યુનિયનની મળનારી મિટિંગમાં વધુ નિણર્ય લેવાશે. બીજી તરફ રીક્ષા ચાલકોએ હાલમાં જે  ઉચ્ચક ભાડું લેવાતું હતું તે પાછું ખેંચવા અને દિવાળીમાં ગ્રાહકોને પરેશાની  ના ભોગવવી પડે એટલે ઉચ્ચક ભાડું બંધ કરી રાબેતા મુજબ નું ભાડું આગામી મિટિંગ સુધી લેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube