ઝી બ્યુરો/સુરત: સુરતના અમરોલીમાં રહેતા એક બાળકને ધનુરનો રોગ થતા પરિવારે બાળકના જીવવાની ઉમ્મીદ છોડી દીધી હતી. આ દરમ્યાન સુરતની ડાયમંડ ટ્રસ્ટ સંચાલિત રામુબા તેજાણી અને શાંતાબ વિડીયા હોસ્પિટલના ડોકટરોએ અથાગ મહેનત કરી મોતના મુખમાં ધકેલાયેલા બાળકને નવી જિંદગી આપી હતી જેથી પરિવારજનોએ તબીબોનું સન્માન કરી તબીબોની અથાગ મહેનતનો આભાર માન્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી ગઈ મોટી આગાહી! ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું મોસમ બદલાશે, નવરાત્રિમાં તો...


સુરતના છાપરાભાઠા અમરોલી વિસ્તારમાં તાપી નદીના પાળા પાસે ઝુપડુ બાંધીને રહેતા ગોપાલભાઈ દેવીપુજકના 13 વર્ષના દીકરા રાકેશને પગના ભાગે લોખંડનો સળીયો વાગ્યો હતો પણ રાકેશે પણ જાણ કરી ન હતી. ત્યારે થોડા દિવસો બાદ અચાનક જ રાકેશનું શરીર આખું જકડાઈ ગયું હતું જેથી તાત્કાલિક જ તેમના પરિવારજનો તેમને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા જ્યાં ડાયમંડ હોસ્પિટલના તબીબોએ ઈમરજન્સી વોર્ડમાં સારવાર શરૂ કરી હતી. ડોકટરોએ જણાવ્યું હતું કે , ધનુરના રોગમાં આખું શરીર જકડાઈ જાય છે તે જ રીતે રાકેશ પણ આખો જકડાઈ ગયો હતો અને તેમનું ફેસ પણ આખું લોક થઈ ગયું હતું. બાળકને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ખુબ જ ગંભીર હતી. કેમકે ધનુરનો રોગ જે પણ વ્યક્તિને થાય એમને બચાવવાનો ચાન્સ ખુબ જ ઓછો રહે છે. 


આ વિસ્તારોમાં હવે આભ ફાટશે આભ! ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ખતરનાક બની, શું કહે અંબાલાલ?


આ દરમ્યાન ડાયમંડ હોસ્પિટલના તબીબોએ બાળકની સારવાર ચાલુ કરી હતી. જે પણ દર્દીને ધનુરનો રોગ થાય એમને સૂર્યપ્રકાશ ના મળે તેવી જગ્યા પર રાખી સારવાર આપવામાં આવે છે જેથી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સ્પેશિયલ આઈસોલેશન આઈસીયુ વોર્ડ બનાવવામાં આવ્યો હતો અને બાળકની સારવાર શરુ કરવામાં આવી હતી. 27 દિવસ સુધી સ્પેશિયલ આઈસોલેશન આઈસીયુ વોર્ડમાં બાળકની સારવાર કરવામાં આવી હતી જ્યાં સારવારના અંતે રાકેશ નોર્મલ થયો અને ત્યારબાદ તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ તેમને અનેકવિધ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. કોઈપણ જોરથી બોલી શકતું ન હતું કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કરી શકાતો ન હતો કારણ કે તેની સીધી જ અસર રાકેશ પર પડતી હતી. જેથી ડાયમંડ હોસ્પિટલના તમામ સ્ટાફે અને નર્સિંગ સ્ટાફ સાથે મળી અને ખૂબ જ કાળજીપૂર્વક રાકેશ ની સારવાર કરી હતી. રાકેશની સારવાર દરમ્યાન તબીબ અને નર્સિંગ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. 


16 સપ્ટેમ્બરે ગુજરાતમાં ઉગશે સોનાનો સુરજ! અ'વાદ-ગાંધીનગરના લોકોને મળશે ખુશીના સમાચાર


એક જ પડખે રાકેશ વધારે સમય સુતો રહે તો તેને તેમ જ ચામડીનો રોગ થઈ શકે સાથે ઓક્સિજનનું ઇન્ફેક્શન પણ થઈ શકે સાથે અન્ય કોઈપણ વસ્તુનો આઈસીયુમાં ચેપ પણ લાગી શકે તેમ છતાં પણ આ તમામ ચેલેન્જ નો સામનો કરી અને નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર હોય એ અથાગ મહેનત કરી અને 27 દિવસ બાદ રાકેશને ધનુરમાંથી ઉગારી લીધો હતો. પોતાના દીકરાનો જીવ બચી જતા પરિવાર દ્વારા ડોક્ટરનું સન્માન પણ કરાયું હતું.જ્યારે રાકેશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો ત્યારે પરિવારના સભ્યોની આંખમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા કારણ કે જે બાળકની જીવવાની ઉમેદ પરિવારે છોડી દીધી હોય તે બાળકને હેમખેમ જોતા પરિવારજનો પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને ડોક્ટરનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.


કાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો પ્લાન, જાણો ક્યાંથી મળશે બસ


રાકેશના પરિવારની વાત કરીએ તો ખૂબ જ મધ્યમ વર્ગીય પરિવાર છે અને પોતે એક ઝૂંપડું બાંધી અને પરિવાર સાથે વસવાટ કરે છે રાકેશના પિતા ગોપાલભાઈ શાકભાજી વહેચી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સુરતની અંદર છેલ્લા 22 વર્ષથી પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે અને ગોપાલભાઈ નું મૂળ વતન પાટણ જિલ્લાનું વાઘેલ ગામ છે. જ્યારે રાકેશને પગમાં સળીયો વાગ્યો ત્યારે તેમને કોઈને જાણ ન કરી હતી તેનાથી લીધે રાકેશ મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો આ ધનુરના રોગ બાબતે ખાસ જાગૃતતાની પણ લોકોમાં જરૂર છે જો નાનપણમાં ધનુરની રસી આપી હોય તો આ બાળક મોતના મુખ સુધી ના ધકેલાયો હોત.


ગુજરાતમાં ભાજપને અઘરો પડશે સદસ્ય નોંધણીનો ટાર્ગેટ! જાણો કેમ કોંગ્રેસ થઈ રહ્યુ છે રાજ


એટલું જ નહીં જ્યારે પણ કોઈ પ્રકારનો લોખંડનો સળીયો અથવા તો લોખંડનો ઘા વાગે તો 72 કલાકની અંદર ધનુર ની રસી લઈ લેવી અનિવાર્ય છે. જેથી ધનુરનો રોગ ના થાય.. પરંતુ હાલ બાળકની સફળ સારવાર કરી અને ડોક્ટરોને પણ એક જીવ બચાવવાનું આનંદ સ્પષ્ટ જોઈ શકાય છે રાકેશનો જીવ બચી જતા પરિવાર દ્વારા ડોક્ટરનું સન્માન પણ કરાયું હતું. જ્યારે રાકેશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો ત્યારે પરિવારના સભ્યોની આંખમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા કારણ કે જે બાળકની જીવવાની ઉમેદ પરિવારે છોડી દીધી હોય તે બાળકને હેમખેમ જોતા પરિવારજનો પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને ડોક્ટરનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.