કાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો આ પ્લાન, જાણો ક્યાંથી મળશે બસ

Ambaji Bhadravi Mela: પગપાળા અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા પણ એક હજાર ઉપરાંત વિવિધ વિસ્તારો માટે બસો, 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે.

 કાલથી શરૂ થશે મેળો; અંબાજી જવાના હોય તો વાંચો ST વિભાગનો આ પ્લાન, જાણો ક્યાંથી મળશે બસ

Ambaji Bhadravi Mela: યાત્રાધામ અંબાજી માં પ્રતિવર્ષ ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે. આ મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી માં અંબેના દર્શને પહોંચે છે. આ યાત્રિકોની સુખ સુવિધા માટે વહીવટી તંત્ર ભરપુર આયોજન કરે છે. સાથે વહીવટીતંત્ર દ્વારા કરાયેલી વિવિધ વ્યવસ્થા તમામ દર્શનાર્થીઓ સુધી પહોચે તેને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વખતે સૌ પ્રથમ વખત ક્યુઆર કોડ જાહેર કર્યો છે. 

જોકે આવતીકાલથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરુ થનાર છે. તેને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને પગપાળા અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા પણ એક હજાર ઉપરાંત વિવિધ વિસ્તારો માટે બસો, 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે. તેમજ જે રૂટ તૈયાર કરવામાં આવ્યા છે જે ગુજરાતના છેવાડાથી આવેલો પદયાત્રી સરળતાથી પોતાના વતને પાછો ફરી શકે યાત્રિકો માટે બસની વ્યવસ્થા ત્રણ વિભાગમાં વહેચવામાં આવી છે. જેમાં દાંતા તરફ જવા માટે દાંતા રોડ ઉપર હંગામી બસ સ્ટેસન ઉભું કરાયું છે, જયારે ખેડબ્રમ્હા ,અમદાવાદ, જવા GMDC વિસ્તારમાં બસો ઉભી રહેશે. જયારે આબુરોડ, રાજસ્થાન, પાલનપુર, ડીસા જવા માટે ગબ્બર સર્કલ ઉપર બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંચાલન માટે stનો 5000નો સ્ટાફ તૈનાત રહેશે. 

ક્યુઆર કોડની સુવિધામાં યાત્રિકોને અપાતી તમામ સુવિધાઓનો ઉલેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ અંબાજી મંદિરના દર્શનના સમય સાથે કઈ સુવિધા કઈ જગ્યાએ ઉપલબ્ધ રહેશે તેનું પણ આ ક્યુઆરકોડમાં નિર્દર્શન કરવામાં આવ્યું છે. યાત્રિકો આ ક્યુઆર કોડને પોતાના મોબાઇલમાં સ્કેન કરતાની સાથે તમામ સુવિધાઓનો ચિતાર મોબાઇલમાં નજરે પડશે એટલે કે મંદિરની સુવિધા એક માત્ર ક્યુઆર કોડમાં, એક માત્ર ક્લિકથી તમામ સુવિધા નજરોની સમક્ષ બની રહેશે.

અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો આવતી કાલે સવારે 10.30 કલાકે જીલ્લા કલેકટર તેમજ જીલ્લા પોલીસવડા સહીત રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં અંબાજી તરફ રથ ખેંચી મેળો ખુલ્લો મુકવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news