ઝી બ્યુરો/અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત મા બાપ માટે ચિંતાજનક અને ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માત્ર નવ મહિનાની ઉંમરની સાક્ષી બાવરી જે રાજસ્થાનના ભીમપુરની રહેવાસી છે. ૧૫ મી ઓક્ટોબરે સાંજે સાક્ષીની માતાએ એના મોઢામાં પેનના પ્લાસ્ટિકનો ટુકડો જોયો અને એને કાઢવાની કોશિશ કરી પરંતુ નાકામ રહી અને પછી તરત જ સાક્ષીને ખૂબ જ શ્વાસોશ્વાસ વધી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને SCથી રાહત, ઉલ્ટું અરજદારને કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ


આસપાસની હોસ્પિટલો અને રાજસ્થાનમાં ઘણી બધી જગ્યાએ ફર્યા પછી એમને કોઈએ કહ્યું કે તમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી જાઓ તો તમારો ઉપચાર  તરત જ થઈ જશે અને સવારે લગભગ 8:00 વાગ્યાની આસપાસ સાક્ષીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવી. ત્યારે એની હાલત ખૂબ જ ગંભીર હતી .શ્વાસોશ્વાસ ખૂબ વધારે હતો . 


આ મેચમાં નહીં રમે ટીમ ઈન્ડિયાનો સૌથી ઘાતક બેટર, ભારતના વર્લ્ડકપ અભિયાનને ઝટકો


ઓક્સિજન સેચ્યુરેશન પણ આપણે એવું કહીશું કે 55 થી 60ની વચ્ચે રહેતું હતું. એક પહેલી વખત એવું થયું છે કે પેશન્ટની સ્ટ્રોંગ હિસ્ટ્રી અને મધરના સ્ટ્રોંગ સ્ટેટમેન્ટના આધારે સાક્ષીને ઈમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરવામાં આવી અને આશ્ચર્યચકિત થઈ જાય એવી વાત એવી છે કે એના જમણા ફેફસાની અંદર પ્લાસ્ટિકનો ટુકડો જે પેનના ઢાંકણાનો એક ભાગ હતો એ ફસાઈ ગયેલો એને સફળતા પૂર્વક કાઢવામાં આવ્યું અને એક વખત આ ફોરેન બોડી નીકળી ગઈ પછી સાક્ષીની તબિયત એકદમ સુધારા પર આવી ગઇ.


JanDhan Account: શું તમે પણ ખોલાવ્યું છે જીરો બેલેન્સ એકાઉન્ટ? નાણામંત્રીએ કહી આ વાત


ઈમરજન્સી બ્રોન્કોસ્કોપીમાં ડૉ. રાકેશ જોષી અને ડૉ‌ કલ્પેશ પટેલને ડૉ. ભાવનાબેન અને ડૉ.નમ્રતાબેનનો ખુબ મોટો સહયોગ રહ્યો અને એક ટીમ તરીકે સૌએ સાથે મળી અને એકબીજાના કોર્ડીનેશનમાં આ કોમ્પ્લેક્સ સર્જરી સારી રીતે પાર પાડી.


બ્લડ સુગર લેવલ દવા વિના રહેશે કંટ્રોલમાં, રોજ સવારે ખાલી પેટ પીવું હળદર વાળું પાણી


અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ રાકેશ જોશી જણાવે છે કે, છેલ્લા બે વર્ષમાં ૫૧ બાળકોએ પીડીએફ સર્જરીમાં શ્વાસોશ્વાસની ક્રિયા અચાનક વધવાથી અને કોઈ ડેફિનેટ ફોરેન બોડી શ્વાસનળીમાં ઉતરી જવાની હિસ્ટ્રી સાથે દાખલ થયેલ છે અને એમાંથી 50% જેટલા બાળકો એક વર્ષથી નાની ઉંમરના છે.


World Cup 2023: પાકિસ્તાન આ ટીમની સામે હારી તો થશે ઘરભેગી, ઓસ્ટ્રેલિયાને મોટો ખતરો


દરેક મા- બાપે ખાસ ધ્યાન રાખવાની એવી વસ્તુ એ જ છે કે જ્યારે બાળકો પાંચ વર્ષથી નાની ઉંમરના હોય ત્યારે આ પ્રકારની ફોરેન બોડી એના શ્વાસનળીમાં ન જાય અથવા મોઢામાં ન જાય એની ખાસ કાળજી લેવી જોઈએ જેથી કરીને આવી ઈમરજન્સી સિચ્યુએશનમાં હોસ્પિટલમાં દોડવું ન પડે.


Curd-Rice: ફરમેન્ટેડ દહીં ભાત ખાવાથી શરીરને થાય છે આ 5 ગજબના ફાયદા