Shankar Chaudhary : બનાસકાંઠાની બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરી રીપિટ થવાની સાથે જ ઓફિસ ઓફ પ્રોફિટનો મામલો ફરી ચર્ચાવા લાગ્યો છે. જેઓ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. હવે બનાસ ડેરીના ચેરમેન પદે ફરી ચૂંટાયા છે. જોકે, ભાજપમાં એક નેતા એક પદનું પ્રભુત્વ છે પણ એ પર ભાજપ પર નિર્ભર કરે છે કે એક નેતા કેટલા પદ પર રહી શકે. અહીં કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન થતું નથી. આ મામલે અગાઉ પણ વિવાદો થયા છે. સાથે બંધારણના અનુચ્છેદ 102 (1) અને કલમ 191 (1) હેઠળ, સાંસદ અથવા ધારાસભ્ય (અથવા MLC)ને કેન્દ્ર અથવા રાજ્ય સરકાર હેઠળ નફાની કોઈ પણ ઓફિસ ( Office of Profit ) રાખવા પર પ્રતિબંધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈપણ હોદો Office of Profit ગણાય કે નહીં તે માટે નિર્ધારણમાં ધ્યાનમાં લેવામાં આવતા પરિબળો 


1. સરકાર નિમણૂક કરનાર સત્તા છે કે કેમ? 
2. શું સરકાર પાસે નિમણૂક સમાપ્ત કરવાની સત્તા છે?
3. સરકાર મહેનતાણું નક્કી કરે છે કે કેમ?
4. મહેનતાણુંનો સ્ત્રોત શું છે
5. એ પદ ધારણ કરવા સાથે મળતી સતા


ગુજરાત તરફ આવી રહ્યું મોટું ચક્રવાત, આ શહેરોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે


Office Of Profit ફીલોસોફીનો આશય એ છે કે ચૂંટાયેલા સભ્યની ફરજો અને હિતો વચ્ચે કોઈ સંઘર્ષ ( Conflict of Interest ) ન હોવો જોઈએ. આથી, ઓફિસ ઓફ પ્રોફિટ લો માત્ર બંધારણની મૂળભૂત વિશેષતા (basic feature of the Constitution ) લાગુ કરવા માંગે છે જે મુજબ- વિધાનસભા અને કારોબારી વચ્ચે સત્તાના વિભાજનનો સિદ્ધાંત જળવાવો જોઈએં. 


બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી કોણ છે?


  • બનાસકાંઠાની થરાદ બેઠક પરથી ધારાસભ્ય

  • હાલમાં વિધાનસભાના અધ્યક્ષ પદે કાર્યરત

  • ઉત્તર ગુજરાતમાં ભાજપનો મોટો ઓબીસી ચહેરો

  • બનાસકાંઠા જિલ્લા સહકારી મિલ્ક ફેડરેશનના ચેરમેન બન્યા

  • બનાસ ડેરીમાં 24 વર્ષથી ચાલતા પરથી ભટોળના શાસનનો અંત આણ્યો

  • ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ઉપપ્રમુખ તરીકે કાર્યરત

  • સહકારિતા ક્ષેત્રમાં મોટી પકડ

  • બનાસ ડેરીના સભ્યોને દૂધના સારા ભાવ અપાવડાવ્યા

  • નવી ગાયો માટે પશુપાલકોને લોન આપી

  • બનાસ ડેરીનું ઉત્પાદન વધાર્યું


જો સરકારનું હિત સહકારી સંસ્થામાં હોય, બોર્ડ - કોરપોરેશનની જેમ મેનેજમેન્ટ અને પગાર તથા અન્ય ખર્ચની જવાબદારી સરકાર હસ્તગત હોય ત્યાં ઓફસ ઓફ પ્રોફિટ અને હિતોનો ટકરાવ ( conflict of interest )નો મુદ્દો ઉપસ્થિત થાય. 


સહકારી સંસ્થાઓનું સંચાલન અને નાણાકીય વ્યવસ્થાપન એ સભાસદો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થતું હોય છે નહીં કે સરકાર દ્વારા જેથી અહીં “ઓફીસ ઓફ પ્રોફિટ” અને હિતોનો ટકરાવ ( conflict of interest )નો વિષય ઉપસ્થિત થતો નથી.


એશિયાની સૌથી મોટી ડેરી હાથમાંથી ગઈ તો શંકર ચૌધરીનું સહકારી રાજકારણ પૂરુ થઈ જશે


અમૂલમાં એક સમયે રામસિંહ પરમારનો દબદબો હતો જેઓ ફેડરેશનના ચેરમેન પણ બની ચૂક્યા છે. રામસિંહ છેલ્લા 2 દાયકાની આસપાસથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. જેઓના નામના અમૂલમાં સિક્કા પડતા હતા. તેઓએ એકાએક ચેરમેન પદ છોડી દેવું પડ્યું છે. ભાજપે એવો ખેલ પાડ્યો કે તેઓ ભાજપમાં હોવા છતાં પણ ચૂપચાપ હાજી હા કરવી પડી છે. અચાનક જ દિલ્હીથી આદેશ છૂટતાં તેમનુ પત્તું કપાયું હતું અને કોંગ્રેસને છોડીને કેસરિયો ખેસ પહેરનારાં ધારાસભ્ય કાંતિ સોઢાને ભાજપે રાજકીય ઇનામ ચરણે ધરી દીધું હતું. જે એક સમયે રાઈવલ બની ગયા હતા. તે નેતાઓ જ પદ પર આવીને બેસી ગયા છે. શંકર ચૌધરી પણ 7 વર્ષથી ચેરમેન પદે હતા. જેઓને ભાજપમાંથી લીલીઝંડી મળી હોવાની પૂરી શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં સહકારી ક્ષેત્ર અને ચૌધરીઓમાં દબદબો જાળવી રાખવો હોય તો શંકર ચૌધરીને બનાસડેરીના પદ માટે ના પાડવી એ નુક્સાનનો સોદો છે. આ સિવાય ભાજપ માટે બનાસકાંઠામાં શંકર ચૌધરીને ટક્કર આપી શકે એવો સહકારી નેતા ન હોવાથી ભાજપે નમતું પણ જોખ્યું છે.


ગુજરાતમાં લોકસભાની 26 સીટોમાંથી 6 સીટ પર હારનો ડર, પાટીલ સહિત દિલ્હીને પણ ટેન્શન