ગુજરાતમાં આવું પણ બને? ભેંસ મુદ્દે થયેલી માથાકુટમાં યુવકને ગોળી મારી દીધી અને...
જિલ્લાના પાલનપુરના ભાગળ ગામે એક યુવક પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. ભાગળ ગામે મોડી રાત્રે ત્રણ શખ્સો ભેંસ લેવાને બહાને ઇમરાન આગલોડિયા નામના યુવક સાથે તકરાર કરી ફાયરીંગ કરીને પગના ભાગે ગોળી મારી હતી
બનાસકાંઠા : જિલ્લાના પાલનપુરના ભાગળ ગામે એક યુવક પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. ભાગળ ગામે મોડી રાત્રે ત્રણ શખ્સો ભેંસ લેવાને બહાને ઇમરાન આગલોડિયા નામના યુવક સાથે તકરાર કરી ફાયરીંગ કરી દેતા ઇમરાન આગલોડિયાના પગના ભાગે ગોળી વાગી અને તે ઈજાગ્રસ્ત થયો. જેને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.આ સમગ્ર મામલે ઇમરાનએ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ ફાયરિંગની ઘટનાઓ સામે આવતા લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. પાલનપુર તાલુકાના ભાગળ ગામે મોડી રાત્રે અજાણ્યા ત્રણ સખ્સો ગાડી લઈને ભાગળ ગામે પહોંચ્યા હતા. જ્યાં ગામમાં ઊભા રહી ઈમરાન આગ્લોડિયા નામના યુવકને ફોન કરી પશુ લેવાના હોય તેમ કહી તમે ગામમાં એવો તેમ કહ્યું હતું. ત્યારે ઈમરાન ભાઈ એ તેમને કહ્યું કે હું ઘરે છું તમે ઘરે આવો. ત્યારે આ ત્રણેય સખ્સો તેમના ઘરે જઈ ગાડીમાં બેસી જાઓ તેમ કહી ઝપાઝપી કરી કરી હતી. તે દરમ્યાન એક યુવક ઉસ્કેરાઈ જઈ ઈમરાન ભાઈના પગના ભાગે ગોળી મારી હતી. જેને લઇ ઇમરાનભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટનાથી સમગ્ર ગામમાં ભય ફેલાયો હતો. ત્યારે સ્થાનિકો એ પાલનપુર તાલુકા પોલીસ ને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં આ ફાયરિંગ અંગત અદાવત રાખી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ગુજરાતમાં CM અને CR બંન્ને રેમડેસિવિર ઇન્જેક્શન વહેંચી રહ્યા છે !
અંગત અદાવત રાખી કરવામાં આવેલા ફાયરિંગને લઇ ભાગળ ગામના લોકોમાં ભય ફેલાયો હતો. મોડી રાત્રે આ ઘટનાને લઇ જિલ્લા પોલીસ વડા સહિત તાલુકા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. જેમાં પોલીસે પાલનપુરના રહેવાસી ફારુક મેવાતી સહિત અન્ય બે સાગરીતોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આ ગંભીર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube