ગુજરાતમાં CM અને CR બંન્ને રેમડેસિવિર ઇન્જેક્શન વહેંચી રહ્યા છે !
રાજ્યમાં રેમડેસિવિર ઇંજેક્શન ના મામલે રાજકારણ ગરમાયુ છે. પંચમહાલ ના મોરવા હડફ પેટા ચૂંટણીને લઈ સમીક્ષા અને આયોજન કરવા આવેલા ભાજપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખોએ રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે નિવેદનો આપતાં સમગ્ર રાજ્યનો રાજકીય માહોલ ગરમાયો હતો. મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દ્વારા ચૂંટણીલક્ષી સમીક્ષા અને આયોજન બેઠક મોરવા હડફ તાલુકામાં યોજવામાં આવી હતી.
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં રેમડેસિવિર ઇંજેક્શન ના મામલે રાજકારણ ગરમાયુ છે. પંચમહાલ ના મોરવા હડફ પેટા ચૂંટણીને લઈ સમીક્ષા અને આયોજન કરવા આવેલા ભાજપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખોએ રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે નિવેદનો આપતાં સમગ્ર રાજ્યનો રાજકીય માહોલ ગરમાયો હતો. મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દ્વારા ચૂંટણીલક્ષી સમીક્ષા અને આયોજન બેઠક મોરવા હડફ તાલુકામાં યોજવામાં આવી હતી.
દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે સુરતમાં ભાજપ દ્વારા રેમડીસીવીર ઇન્જેક્શન વિતરણ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભાજપના અમુક મિત્રોએ બજારભાવે ઇન્જેક્શન ખરીદ્યા છે. જે વિતરણ કરી જરૂરિયાતમંદને પુરા પાડી પુરક કામગીરી કરવામાં આવશે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સી.આર પાટીલના નિવેદનને ઝાટકણી કાઢતા પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ઝાયડ્સ પાસે રેમડીસીવર ઇન્જેક્શન નથી, સુરત કલકેટરે જાહેરાત કરી છે. ઇન્જેક્શનનો સ્ટોક નથી તો પાટીલ ભાઉ ઇન્જેક્શન લાવ્યા ક્યાંથી? ધાડ પાડીને લાવ્યા, કાળા બજારી કરીને લાવ્યા ક્યાંથી લાવ્યાએ ખુલાસો કરવો જોઈએ. મુખ્યમંત્રીએ ઇન્જેક્શન મુદ્દે સી.આર પાટીલને પૂછો એવું નિવેદન કર્યુ છે. જે બેજવાબદાર ભર્યુ છે. કાર્યક્રમ દરમિયાન બંને પક્ષના અધ્યક્ષ દ્વારા પોતાના ઉમેદવારો વિજેતા થશે એવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખવા અંગે તમામ પક્ષ રજુઆત કરવામાં આવી હોવાનું સીઆર પાટીલે જણાવ્યું હતું. બીજી તરફ તેઓને મોરવા હડફમાં પ્રચાર કાર્ય માટે આવ્યા હોવાનું પૂછતાં તેઓએ હાલ ચૂંટણીપંચ દ્વારા કોઇ નિણર્ય નહિં લેવાયો હોવાથી પ્રચાર કાર્ય જારી હોવાનું જણાવ્યું હતું. વધુમાં હાલ કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ ગાંધીનગરના વિસ્તારોને અનુલક્ષી ચૂંટણી રદ કરવા રજુઆત કરી છે એમ પણ ઉમેર્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે