તેજસ દવે/મહેસાણા :ગુજરાતમાં હવે રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે. પહેલા ગાય-ભેંસ, કૂતરા અને વાંદરાઓના આતંક બાદ હવે લિસ્ટમાં ગધેડાઓનો આતંક પણ સામેલ થયો છે. મહેસાણાના ખેરાલુ શહેરમાં એક ગધેડાએ પાંચ વ્યક્તિઓને બચકાં ભર્યાં છે. કૂતરાને વાંદરાઓ તો કરડે એ તો આપણે સાંભળ્યું હતું, પરંતુ ગધેડાનો આતંક એ પહેલો કિસ્સો મહેસાણાના ખેરાલુમાં સામે આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેરાલુમાં ગધેડું હડકાયું થતા પાંચ વ્યક્તિને બચકા ભર્યા છે. પરંતુ તંત્ર જાગ્યું નહિ, સ્થાનિક લોકો દ્વારા રખડતા ઢોરો મામલે રજૂઆતો કરાયા છતાં કોઈ દરકાર ના લેવાઈ નથી. હવે ગધેડાના આતંકથી પાંચ વ્યક્તિઓ ભોગ બન્યા છે. ચંચળબેન શ્રીમાળી પોતાના પરિવાર સાથે મંદિરથી દર્શન કરીને પરત આવી રહ્યા હતા, ત્યારે ઓડવાસ રોડ પર અચાનક પાછળથી આવેલા ગધેડાએ તેમને બચકાં ભર્યા હતા. જેથી તેઓ નીચે પડી ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઇ હતી અને પગમાં ફ્રેક્ચર થવાથી તેઓને ખેરાલુ પ્રાથમિક સારવાર બાદ વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


આ પણ વાંચો : રાજકોટમાં ઉપવાસ કરતા ભક્તો સાથે ચેડાં, ફરાળી પેટીસમાં મકાઈનો લોટ મિક્સ કરીને વેચી


ખેરાલુમાં અત્યાર સુધી રખડતા ઢોરોનો ત્રાસ હતો, જેથી લોકો પહેલેથી જ ત્રસ્ત હતા, પરંતુ હવે ગધેડાઓનો પણ ત્રાસ શરૂ થયો છે. તંત્રની આંખ આડા કાન કરવાની આદતને કારણે 5 વ્યક્તિઓ ભોગ બન્યાં છે. સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી, પરંતુ તંત્રએ કોઈ કામગીરી કરી ન હતી. આ તમામ ભોગ બનનાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા અને ચંચળબેનને વધુ ઈજા પહોંચતા વડનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


આ પણ વાંચો : JEE નું રિઝલ્ટ આવી ગયું, સુરતનો મહિત ગઢીવાલા દેશમાં 29 માં ક્રમે આવ્યો


જોકે, તંત્રએ કોઈ એક્શન ન લેતા મોડી રાત્રે લોકોએ ગધેડાને નદી તરફ ભગાડ્યું હતું અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ગુજરાતના તમામ શહેરમાં ઢોરોને એવી રીતે છુટ્ટા મૂકી દેવાયા છે કે તેને કારણે લોકોના જીવ પર જોખમ આવી પડ્યુ છે. છુટા મૂકી દીધેલા પશુઓને લીધે ઘણા લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ માટે કોઈ જ કાર્યવાહી કરાતી નથી. જો તંત્ર આ પ્રમાણે જ આંખ આડા કાન કરશે તો આવનારા સમયમાં ઘણા વ્યક્તિઓના જીવ જોખમમાં મૂકાશે તો નવાઈ નહિ!