JEE નું રિઝલ્ટ આવી ગયું, સુરતનો મહિત ગઢીવાલા દેશમાં 29 માં ક્રમે આવ્યો

JEE Main July Session Result 2022: જેઈઈ મેન 2022 નુ પરિણામ આવી ગયુ છે

JEE નું રિઝલ્ટ આવી ગયું, સુરતનો મહિત ગઢીવાલા દેશમાં 29 માં ક્રમે આવ્યો

ચેતન પટેલ/સુરત :નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા આજે 8 ઓગસ્ટના રોજ જેઈઈ મેન સેશન 2 નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. સુરતના મહિત ગઢીવાલાએ ઓલ ઈન્ડિયામાં 29  મો રેન્ક મેળવ્યો છે. તેમજ આ સાથે તે ગુજરાતમાં પહેલા ક્રમે આવ્યો છે.

જેઇઇ મેઇન 2022 માં સુરતના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાયુ છે. સુરતના વિદ્યાર્થીઓના સતત પ્રયત્નોથી ઉજ્જવળ પરિણામ આવ્યું છે. સુરતના મહિત ગઢીવાલાએ ઓલ ઈન્ડિયા લેવલે 29 મો રેન્ક મેળવ્યો છે. આ સાથે જ તે ગુજરાતમાં પ્રથમ ક્ર્મે છે. મહિત ગઢવાલાએ ભૌતિક શાસ્ત્રમાં 99.9984528 ટકા મેળવ્યા છે. તો સુરતના અન્ય વિદ્યાર્થી આનંદ શશીકુમારે ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં 99.9982269% અને 100% સાથે ઓલ ઈન્ડિયા રેન્ક 58 મેળવ્યો છે. આનંદ શશીકુમાર સુરતમાં પ્રથમ ક્રમે છે.

આ રીતે જોઈ શકશો પરિણામ
પરીક્ષાનુ પરિણામ એનટીએ જેઈઈની ઓફિશિયલ વેબસાઈટ  jeemain.nta.nic.in પર જાહેર કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓને પરિણામ જોવા માટે તેમનો એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થની જરૂર પડશે. તેની મદદથી તેઓ પોતાનો સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે.

JEE Main Result 2022: આ રીતે જુઓ પરિણામ

  • રિઝલ્ટ જોવા માટે સૌથી પહેલા એનટીએ જેઈઈની ઓફિશિયલ વેબસાઈટ jeemain.nta.nic.in કે nta.ac.in પર જાઓ
  • તેના બાદ હોમ પેજ પર JEE Main Result 2022 ની ડાયરેક્ટર લિંક પર ક્લિક કરો
  • હવે અહી માંગવામાં આવેલા લોગઈન ડિટેઈલ આપીને સબમિટ બટન પર ક્લિક કરો
  • તેના બાદ તમારુ પરિણામ સ્ક્રીન પર આવી જશે
  • તમારા પરિણામની પ્રિન્ટ આઉટ કાઢી લો, જેથી ભવિષ્યમાં કામમાં આવે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જુલાઈ સત્રની પરીક્ષા 25 જુલાઈથી 30 જુલાઈ, 2022 દરમિયાન લેવાઈ હતી. આ દરમિયાન 2 પરીક્ષા માટે 6,29,778 ઉમેદવારો હતા. સફળતાપૂર્વક જેઈઈ ક્રેક કરનાર ઉમેદવાર હવે આઈઆઈટી જેઈઈ એડવાન્સ માટે આવેદન કરી શકશે. જેની પ્રોસેસ 7 ઓગસ્ટથી શરૂ થઈ ચૂકી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news