Dr Pravin Togadiaની પાર્ટીએ ભરૂચ નગરપાલિકામાં ઝંપલાવ્યું, તમામ વોર્ડમાં ઉભા રાખશે ઉમેદવાર
ગુજરાતમાં પહેલી વખત કોઈ પક્ષે ઉમેદવારી નોંધાવતાની સાથે પક્ષને વફાદાર રહી પક્ષ પલટો નહીં કરીએ અને ભ્રષ્ટાચાર નહીં કરીએ તેવું સોગંદનામું રજૂ કરશે તેમને જ પક્ષમાંથી ઉમેદવારી કરવાની તક મળશે
ભરત ચુડાસ્મા/ ભરૂચ: ગુજરાતમાં પહેલી વખત કોઈ પક્ષે ઉમેદવારી (Candidates,) નોંધાવતાની સાથે પક્ષને વફાદાર રહી પક્ષ પલટો નહીં કરીએ અને ભ્રષ્ટાચાર (Corruption) નહીં કરીએ તેવું સોગંદનામું રજૂ કરશે તેમને જ પક્ષમાંથી ઉમેદવારી કરવાની તક મળશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Local Body Elections) ભણકારા વચ્ચે ભરૂચ નગરપાલિકામાં (Bharuch Municipality) અપક્ષ અને વિવિધ પક્ષે ચૂંટણીમાં ઝપલાવતા શહેરના રાજકારણમાં ભુચાલ આવી રહ્યો એ અહેસાસ ભરૂચની જનતાને થઈ રહ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને (Election) લઈ પક્ષ પલટો, સભા અને ગુપ્ત મીટિંગ, કાવાદાવાની શરૂઆત શહેરભરમાં જોવા મળી રહી છે. ત્યારે હિન્દુસ્તાન નિર્માણ દળ (Hindustan Nirman Dal) દ્વારા પણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા 11 વોર્ડમાંથી પોતાના ઉમેદવારો ઉભા રાખી ચૂંટણીમાં ઝપલવાની જાહેરાત કરી પોતાનો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:- અમદાવાદ સિવિલમાં મેડિકલ સ્ટુડન્ટ્સ અને તબીબ દંપતિએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ
હિન્દુસ્તાન નિર્માણ દળના (Hindustan Nirman Dal) પ્રમુખ ધવલ કનોજીયા અને સભ્યએ પોતાના મેનીફેસટોમાં (Manifesto) દર્શાવ્યા અનુસાર ભરૂચ નગરના દરેક વોર્ડમાં ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાને લઇ જેતે સ્થાને સમસ્યાઓના નિરાકરણ માટે સ્થાનિક નાગરિકો સાથે મળી સચોટ નિરાકરણ લાવી, દરેક વોર્ડમાં સુવિધા યોગ સ્વાસ્થ્ય કેન્દ્ર શાળા ઓને શાળા ઓને ખાનગી શાળા જેવી સક્ષમ બનાવી, રોડ રસ્તા જેવી માળખાકીય સુવિધાઓ પુરી પાડશે. જેવા વિવિધ કામો કરી ભરૂચ શહેરને સુંદર અને સુવિધા યુક્ત બનાવાની વાત કરી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube