ચેતન પટેલ, સુરત: સુરત મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા કોઇ પણ પ્રકારના ટેક્સનો ભાર પ્રજા ઉપર મુકવામાં આવ્યો નથી. 2019-20માં સુરતની પ્રજાને મકાનો મળી રહે તે માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. પાલિકા કમિશ્નર એમ. થેંન્નેરેશનએ પાલિકા કચેરીમાં બજેટ રજૂ કર્યું હતું. 5599 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષ 2018-19માં 5378 કરોડનું બજેટ રજૂ થયું હતું. આ વર્ષે બજેટમાં 221 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. રેવન્યુ આવક 2939 કરોડ અને રેવન્યુ ખર્ચ 3084 કરોડ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતની પ્રજા માટે રાહતના સમાચાર છે કે સુરત મહાનગર પાલિકાએ આ વર્ષે તેમની ઉપર કોઇ પ્રકારનો ટેક્સ રાખ્યો નથી. જેણે લોકસભા ચૂંટણી ઈફેક્ટ પણ કહી શકાય છે. સુરત મહાનગર પાલિકા કચેરીમાં બજેટ રજૂ કરતા પાલિકા કમિશ્નર એમ. થેંન્નેરેશનએ જણાવ્યું હતું કે, આ વર્ષે સામાન્ય વેરામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. યુઝર્સ ચાર્જીસમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. વાહન વેરોમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.


વધુમાં વાંચો: સુરત: ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર હુમલો, એસઆરપી જવાનનું માથું ફૂટ્યું


બજેટમાં સ્માર્ટ સિટી, ડિજિટલ પેમેન્ટ, પાર્કિંગ પોલિસી, ગ્રીન સિટી, પર્યાવરણ અને માસ ટ્રાન્સપોર્ટેશનને પ્રાધાન્ય આપવામાં આવ્યા છે. ઓક્ટ્રોયની અવેજ સરકારની ગ્રાન્ટ 795 કરોડ છે. બજેટ કુલ અંદાજિત બજેટ રૂ.5599 કરોડ, કુલ કેપિટલ બજેટ રૂ 2515 કરોડ, આઉટકમ બેઇઝડ બજેટ રૂ 1666 કરોડ અને કુલ 393 કામોનો સમાવેશ છે. ખાસ કરીને 50 કરોડથી વધુ શહીદ સ્મારક માટે ફાળવામાં આવ્યા છે. સીટી બ્યુટીફીકેશન, સ્કિલ અપગ્રેડેશન તથા સામાજિક સુરક્ષા, પર્યાવરણ પર બજેટમાં જોગવાઈ કરાઈ છે.


બજેટ હાઈ લાઇટ્સ
- આગામી ત્રણ વર્ષમાં શહેર માં તમામ રસ્તાઓ વોલ ટુ વોલ કારપેટ કરવામાં આવશે.
- રસ્તાઓ ની સફાઈ માટે મકીનીકલ સ્વીપર મશીન નો ઉપયોગ
- ઉમરા-ભાટા નજીક કન્વેનશન બેરેજ થતા તાપી રિવરફ્રન્ટ ને 25 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવશે.
- 6 કરોડ ના ખર્ચે સુરત સીટી સ્કેવર ડેવલોપમેન્ટ થશે જેમાં કોમર્શિયલ ઝોન સહિત સુવિધા હશે.
- 1 કરોડ ના ખર્ચે તમામ પ્રકારના માર્કેટ એક જ સ્થળે શરૂ કરવા માર્કેટ હોલ બનાવવા ફિઝિબિલિટી ચકાસણી


વધુમાં વાંચો: PSI આપઘાત કેસ: મૃતદેહના કરાયા અંતિમ સંસ્કાર, આરોપી DySP એન પી પટેલ ભૂગર્ભમાં 

- મલ્ટી લેવલ પાર્કિંગ 2 PPP+2EPC માટે 10 કરોડની જોગવાઈ
- 5 કરોડના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવમાં આવશે.
- 50 ઇલેક્ટ્રિક બસની ખરીદી અને ઓપરેશન તેમજ ચારજિંગ  સ્ટેશન -5 કરોડ
- હાલ સીટી બસની સનખ્યાં 275, વર્ષ 2019-20માં  155 ખરીદવામાં આવશે.
- ITCS માં નવા 25 જનકશન આવરી લેવામાં આવશે.
- BRTC માં ડિજિટલ પેમેન્ટ કરનાર યાત્રીઓ માટે વધુ ડિસ્કાઉન્ટ સ્કીમ.


વધુમાં વાંચો: ઉત્તરાયણનો ભરપૂર આનંદ માણવા હવે ધાબા પણ મળે છે ભાડે, ખાસ વાંચો

- પહેલી વાર રિઅલ ટાઈમ રિવર વોટર ક્વોલિટી મોનિટીરીગ કરાશે,નદીઓમાં જળ પ્રદુષણ જાણી તેને અટકાવાશે..રાંદેર, કતારગામ, વરાછા , સરથાણા પર આ સિસ્ટમ લગાવશે.
- વાર્ષિક 3415.50 કરોડ લીટર પીવાના પાણી ની બચત કરાશે, રિસાયકલ એન્ડ રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પ્લાન્ટ શરૂ કરાશે.
- પાણી ની અછત ને લઈ અવનવું પગલું,દૈનિક 10 ટકા પાણી નો જથ્થો બચશે.
- 6 લોકેશન પર અંદાજે 466.14 કરોડ ના ખર્ચે 5484 EWS - 2 આવાસો તૈયાર થશે ,7 લોકેશન પર અંદાજે 466.37 કરોડ ના ખર્ચે 5080 EWS  આવાસ સાકાર થશે, 7 સ્લમ ખાતેના 2700 ઝૂંપડાઓનું અંદાજે 246.50 કરોડ ના ખર્ચે 339.22 કરોડની જમીન પર પીપીપી ધોરણે રીદેવલેપમેન્ટ નું આયોજન.
- રીડેવલપેમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ સ્કીમ હેઠળ અંદાજે 200.કરોડના ખર્ચે 1457 .18 કરોડની જમીન પર બે ટેનામેન્ટ ડેવલપમેન્ટ થશે.

વધુમાં વાંચો: દારૂની મહેફિલ મામલો: વિસ્મય શાહ સહિત 6 લોકોના વચગાળાના જામીન મંજૂર, પણ આ શરતે

- આયુષમાન ભારત હેઠળ 8 હેલ્થ અને વેલનેસ સેન્ટર શરૂ થશે
- 7 સામુહિક આરોગ્ય  કેન્દ્રો 30 બેડની સુવિધા સાથે શરૂ કરવામાં આવશે
- સેન્ટ્રલ મેડિકલ સ્ટોર ખાતે ઓનલાઈન મેડિસિન રેકવીસીસીસન અંગેની કામગીરી કરવામાં આવશે.મેડિકલ અધિકારીઓ ટેબ્લેટથી મોનિટરીંગ કરશે.
- 18 સુમન સ્કૂલમાં 50 ફી સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન તેમજ 50 ઇનસીનરેટર લગાવવામ આવશે.
- બાયો - મિથેનલ પ્લાન્ટ ને સેકન્ડરી રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે સ્થાપિત કરી ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં આવતા ભીના કચરાનું બાયો - મિથેનેશન પ્રોસેસથી મિથેન ગેસમાં રૂપાંતર કરાશે.
- જગદીશચંદ્ર બોઝ મ્યુનિસિપલ એકવેરિયમ ખાતે થ્રિડી થિયેટર બનાવવાનું કામ થશે.

વધુમાં વાંચો: VIDEO ડાંગ: શાળામાં પ્રવેશતા જ બાળકો કરવા માંડે છે અજીબોગરીબ હરકતો, લોકો ભયભીત

- 15 સ્થળોએ ટ્રાન્જેક્શન ક્રિઓસ્ક મુકવાનું આયોજન.
- 51 .63 કરોડના ખર્ચે શહીદ સ્મારક,શોર્ય સ્મારક અને પીસ સેન્ટર બનાવવાની કામગીરી કરાશે.
- આવતા વર્ષે દસ લાખ વૃક્ષારોપણ નું લક્ષ્યાંક.પાલિકાની આશરે 50 મિલકતોને ગ્રીન -સ્કેપ તરીકે વિકસાવવામ આવશે.
- ડુમસ દરિયા કિનારે  ખાતે ઇકો - ટુરિઝમ ડેવલપમેન્ટ કરાશે..અનેક થિમો ને એકીકૃત કરીને અત્યાધુનિક થીમ બનાવવામાં આવશે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...