સાગર ઠાકર, જુનાગઢ: જૂનાગઢ (Junagadh) જીલ્લાના વિસાવદર (Visavadar) તાલુકાના ખંભાળીયા ગામે ડ્રેગન ફ્રૂટની દમદાર ખેતી થઈ રહી છે. બાગાયતી ખેતીમાં ખેડૂતો સફળ ઉત્પાદન મેળવીને સારી એવી કમાણી પણ કરી રહ્યા છે. ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit) ની ખેતી વીઘે 2 થી 3 લાખની કમાણી કરાવી આપે છે અને તેની સાથે બીજા પાકો પણ લઈ શકાય છે. આમ અનેક પોષક તત્વોથી ભરપુર ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit) તંદુરસ્તી માટે તો ફાયદાકારક છે. સાથો સાથ ખેડૂતો માટે પણ ફાયદાકારક ખેતી સાબિત થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરશનભાઈ દુધાત્રા નામના ખેડૂત 8 વર્ષ અગાઉ અમેરીકા તેમના પુત્ર ચેતન પાસે ફરવા માટે ગયા હતા. જ્યાં તેમણે ડ્રેગન ફ્રૂટ ખાધું અને તેમને આ ફળ વિશે જાણવાની પ્રેરણા મળી. તેમણે આ અંગે જાણકારી મેળવી અને અમેરીકા (America) માં ખાધેલાં ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit) નું ભારત (India) માં પણ સફળ ઉત્પાદન કરી શકાય તેવી સંભાવના જણાતાં તેમણે બિયારણ મેળવ્યુ અને જૂનાગઢ જીલ્લાના વિસાવદર (Visavadar) તાલુકાના ખંભાળીયા ગામે પોતાના ખેતરમાં ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit) નું વાવેતર કર્યું. કરશનભાઈના ખેતરમાં 12 વિઘામાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર છે જેમાં અંદાજે 2200 ઝાડ છે.

Bhavnagar: લોકો પેટ્રોલ પુરાવી રહ્યા હતા અને ભડભડ સળગી ઉઠ્યો પેટ્રોલ પંપ, લોકો વાહન મુકીને ભાગ્યા


ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit) ની ખેતી વિશે વાત કરીએ તો તે ઓછા પાણીએ નફાકારક ખેતી છે. જેમાં એકવાર વાવેતર કરીને 30 વર્ષ સુધી ફળ મેળવી શકાય છે. ડ્રેગન ફ્રૂટ થોરની જાત હોય કોઈપણ પ્રકારની જમીનમાં સરળતાથી ઉગી શકે છે. વાવેતર કર્યાના દોઢ વર્ષ પછી તેમાં ઉત્પાદન મળવાનું શરૂ થાય છે. 


સામાન્ય રીતે તેનુ જૂન જૂલાઈ મહિનામાં એટલે કે ચોમાસા દરમિયાન વાવેતર કરવામાં આવે તો તે ઝડપથી વિકાસ પામે છે. વાવેતર કર્યાના એક થી દોઢ વર્ષ પછી જ્યારે તેમાં ઉત્પાદન મળવાનું શરૂ થાય છે ત્યારે છ મહિના સુધી તેમાં ફાલ આવે છે અને છ મહિના ખાલી જાય છે આમ અંદાજે જૂન મહિનાથી શરૂ કરીને નવેમ્બર સુધી તેમાં ફળો જોવા મળે છે. નહીંવત સિંચાઈથી થતી આ ખેતીમાં સમય જતાં ઉત્પાદનમાં વધારો થતો જાય છે.

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના કેસમાં 19 લોકો વિરૂદ્ધ ફરિયાદ, સાંજે થશે મોટા ખુલાસા


ડ્રેગન ફ્રૂટના ફાયદા
ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit) વિટામીન સી, ફાઈબર જેવા અનેક પોષક તત્વોથી ભરપુર હોવાથી તે ઈમ્યુનિટિમાં વધારો કરે છે. લોહીમાં રક્તકણો અને શ્વેતકણોની માત્રા જાળવી રાખે છે, અનેક રોગો સામે રક્ષણ આપે છે. ડાયાબિટીસ, કેલેસ્ટ્રોલ, કેન્સર, ડેન્ગ્યુ, એઈડ્સ જેવા રોગોમાં આ ફળ ખાવાથી ફાયદો થાય છે. 


ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit) ના છોડની ડાળીઓ હોય છે તેમાં પહેલાં ફુલ આવે છે બાદમાં તેમાં ફળ બંધાય છે જેનો રંગ લીલો હોય છે. ત્યારબાદ ફળ પરિપક્વ થતાં તેનો રંગ લાલ થઈ જાય છે. ફળ સંપૂર્ણ પાકી ગયાના એક અઠવાડીયામાં તેનો  ઉતારો કરી લેવો પડે છે. જો એમ કરવામાં ન આવે તો ફળમાં જીવાત થવાની સંભાવના રહે છે. 

રાહતના સમાચાર: સોમવારથી ખાનગી અને સરકારી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે કામ કરશે


ઉતારો કર્યા પછી ફળને તડકો ન લાગે તે રીતે છાંયળામાં એક અઠવાડીયા સુધી રાખી શકાય છે તેથી ઉતારા બાદ તેની જાળવણી અંગે કોઈ ચિંતા રહેતી નથી. ફળને કોલ્ડ સ્ટોરેજમાં બે મહિના સુધી સાચવી શકાય છે. આમ અન્ય બાગાયતી પાકોની સરખામણીમાં ડ્રેગન ફ્રૂટના ઉતારા પછી તેની જાળવણી માટે ખાસ કોઈ તકેદારી કે ખર્ચ કરવો પડતો નથી જે ખર્ચ ઘટાડાની સારી બાબત ગણી શકાય.


ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit) ની ખેતી (farming) માટે કોઈ મોટા રોકાણની જરૂર નથી, વાવેતર માટે રોપા, તેના યોગ્ય વિકાસ માટે સિમેન્ટના થાંભલા, તેની ડાળીઓના ટેકા માટે જૂના ટાયર અને લોખંડના સળીયા તથા ડાળીઓને થાંભલા સાથે સમયાંતરે બાંધવા માટે દોરી એમ આસાનીથી મળી રહેતી ચીજ વસ્તુઓની જરૂર પડે છે, વળી વાવેતર પહેલાં ખેડાણની જરૂર રહેતી નથી, 8 ફુટ x 10 ફુટના ગાળામાં થાંભલાને જમીનમાં એક થી દોઢ ફુટ જેટલા ઉંડે નાખીને તેના ચારેય ખુણે એક એક રોપો વાવી શકાય છે. 

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ રીતે તૈયાર થશે માર્કશીટ


એટલે એક થાંભલા પર ચાર રોપાનો ઉછેર થઈ શકે છે. ડ્રેગન ફ્રૂટ થોરની જાત હોય, કાંટાળી હોય તેથી પશુઓ દ્વારા નુકશાનની કોઈ ચિંતા રહેતી નથી, વળી તેમાં કોઈ જીવાત કે રોગ પણ આવતાં નથી તેથી કોઈ જંતુનાશક દવાની જરૂર રહેતી નથી, તેમ છતાં જમીનમાં પોષણ માટે છાણીંયું ખાતર આપી શકાય છે આમ આ ખેતી સ્વાભાવિક રીતે ઓર્ગેનિક બની જાય છે.  


હાલ દેશમાં ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit) ની માંગ સામે ઉત્પાદન ઘણું ઓછું છે, બજારમાં 200 થી 300 રૂપીયે કિલો વેચાણ થાય છે. ડ્રેગન ફ્રૂટનો પહેલો ઉતારો 2 કિલો જેવો આવે છે ત્યારબાદ તેમાં ક્રમશઃ વધારો થતો જાય છે અને એક ઝાડમાં 40 થી 50 કિલો સુધીનો ઉતારો પણ આવી શકે છે. એક ફળનું વજન 250 ગ્રામ થી લઈને 700 ગ્રામ સુધીનું હોય છે. 


ઝાડ પર એક વખત ફુલ બેસી ગયા પછી ફળ તો આવે જ છે, પછી ભલે એ ફળ નાનું હોય કે મોટું પરંતુ ઉત્પાદન નિશ્ચિત બની જાય છે તેથી ખેડૂતને ખોટ તો જતી જ નથી. તેથી ખેડૂતે કરેલું રોકાણ નિષ્ફળ જતું નથી અને ઉત્પાદન શરૂ થતાં એટલે કે વાવેતર કર્યાના બીજા વર્ષે ખેડૂતે કરેલ રોકાણ તેને પરત મળી જાય છે.


ડ્રેગન ફ્રૂટની ખેતી સસ્તી અને સરળ છે, તેના ફાયદા અદભૂત છે પરંતુ તેના ઉત્પાદન અને ફાયદા અંગે હજુ લોકોમાં અને ખેડૂતોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે, પરંતુ જેમ જેમ તેનો પ્રચાર થશે તેમ ખેડૂતો માટે સારી આવક અને કમાણી કરી આપતાં બાગાયતી પાક તરીકે ડ્રેગન ફ્રૂટ જાણીતું થશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube