જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના કેસમાં 19 લોકો વિરૂદ્ધ ફરિયાદ, સાંજે થશે મોટા ખુલાસા

પોલીસ દ્વારા (Police) હાલ 5 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે અને હજુ અન્ય ફારાર આરોપીને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના કેસમાં 19 લોકો વિરૂદ્ધ ફરિયાદ, સાંજે થશે મોટા ખુલાસા

ભાવિન ત્રિવેદી, જુનાગઢ: પૂર્વ મેયર લાખાભાઈ પરમાર (Lakhabhai Parmar) ના પુત્ર ધર્મેશ પરમાર (Dharmesh Parmar) ની 2 મેના રોજ રામ નિવાસ પાસે કુહાડી છરી સહીતના તીક્ષણ હથીયારથી હત્યા કરવામા આવી હતી જેના ઘેરા પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા.

ધર્મેશ પરમાર (Dharmesh Parmar) ની હત્યા (Murder) બાદ પરીવારજનોએ લાશ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને એવી માંગ કરી હતી કે ભાજપના આગેવાન અને કોર્પોરેટરના ઇશારે કરવામા આવી છે. તે તમામ લોકો સામે ફરીયાદ નોધવાની માંગ કરી હતી.

અંતે પોલીસે (Police) ચકચારી હત્યામા 8 શખ્સો સામે ખૂનનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને 11 લોકો સામે શકદાર તરીકે ફરીયાદમા નામોનો ઉલ્લેખ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં ભાજપ (BJP) ના નેતા અશોક ભટ્ટ અને કોર્પોરેટર બ્રિજેશા સોલંકી અને જીવા સોલંકી સહીત 19 લોકો સામે ફરીયાદ દાખલ કરવામા આવી હતી. 

જેમા પોલીસ દ્વારા (Police) હાલ 5 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે અને હજુ અન્ય ફારાર આરોપીને ઝડપી લેવા તપાસ તેજ કરી છે. જ્યારે આ બાબતે જૂનાગઢ એસ. પી. એ જણાવ્યું હતુ કે 11 લોકોના શકદાર સામે તપાસ બાદ પગલા ભરવામાં આવશે. 

ફરીયાદ નોંધાયા બાદ ધર્મેશ પરમાર (Dharmesh Parmar) ની લાશ સ્વીકારી હતી અને સમગ્ર હત્યા (Murder) ની ધટના મામલે એસ.પી.રવી તેજા વાસમ શેટ્ટી સાંજે ખુલાસા કરશે અને હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી અને હત્યા કરનારા મુખ્ય આરોપી કોણ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news