Gujarat Education : ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજવાના કારણે ડ્રોપઆઉટ રેશિયોમાં 91.89 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2002માં ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો 37.22% હતો, જે વર્ષ 2022માં ઘટીને માત્ર 3.07% પર આવી ગયો છે. પરંતુ ગુજરાત સરકારના આ દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. કારણ કે, ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. માત્ર રાજકોટમાં ડ્રોપ આઉટ રેસિયો ઘટવાના દાવા વચ્ચે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજકોટ જિલ્લામાં ડ્રોપઆઉટનો આંકડો 19,323 પર પહોંચ્યો છે. તો સાથે જ શાળામાંથી LC લીધા બાદ બીજે ક્યાંય એડમિશન લીધા નથી. આ તો માત્ર એક જિલ્લાના આંકડા છે, પરંતું સમગ્ર ગુજરાતમાં ડ્રોપઆઉટનો આંક ક્યાં પહોંચશે. 


  • ધોરણ 1થી 8માં 9,597 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો

  • ધોરણ 9થી 12માં 9,727 વિદ્યાર્થીઓએ ભ્યાસ છોડ્યો

  • ધોરણ 1માં 998 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો

  • ધોરણ 2માં 1381 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો

  • ધોરણ 3માં 1228 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો

  • ધોરણ 4માં 1195 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો

  • ધોરણ 5માં 992 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો

  • ધોરણ 6માં 1138 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો

  • ધોરણ 7માં 1233 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો

  • ધોરણ 8માં 1432 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો

  • ધોરણ 9માં 1385 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો

  • ધોરણ 10માં 2592 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો

  • ધોરણ 11માં 4480 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો

  • ધોરણ 12માં 1265 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીઘા જમીનો છે, પણ પરણવા કન્યા નથી : મધ્ય ગુજરાત પાટીદાર સમાજે લીધો મોટો નિર્ણય


અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દેનારા બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો, જેના પગલે રાજ્યમાં પ્રવેશોત્સવ શરૂ કરાવવામાં આવ્યો હતો. પરંતુ સરકારના પ્રયાસો નિષ્ફળ સાબિત થતા દેખાઈ રહ્યાં છે. રાજ્ય સરકારના આ પ્રયત્નોથી પણ ડ્રોપ આઉટ રેશિયોમાં કોઈ ઘટાડો આવ્યો નથી. અધવચ્ચે અભ્યાસ છોડી જનારા વિદ્યાર્થીઓનો આંકડો વધી રહ્યો છે. આ અંગે અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે. 


ભારત એક વિકાસશીલ દેશ છે અને હવે તે વિકસિત દેશો તરફ આગળ ધપી રહ્યો છે. દેશના વિકાસમાં વિવિધ રાજ્યોની શાળાઓમાં ભારતના ભવિષ્ય એવા બાળકોનો અભ્યાસ મહત્વનો ભાગ ભજવે છે. ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોમાં બાળકોની સતત ગેરહાજરીના કારણે ડ્રોપ આઉટ રેશિયો સતત ઉપર જઈ રહ્યો છે. 


ગુજરાત સરકારને સરકારી શાળામાં કોઈ રસ નથી, 1657 સરકારી શાળા માત્ર એક શિક્ષકથી ચાલે છ


શાળામાં શિક્ષકો નથી 
એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. રાજ્યની 1,657 સરકારી શાળાઓ માત્ર એક જ શિક્ષકના હવાલે છે. ગુજરાત સરકાર પ્રવેશોત્સવના નામે કરોડોનો ધુમાડો કરે છે, પણ સરકારી શાળાઓમાં ભણાવનાર જ કોઈ નથી. શહેરો કરતા ગામડાઓની શાળાઓમાં સ્થિતિ વધુ ખરાબ છે. શિક્ષકોની ઘટના લીધે શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. હાલ સ્થિતિ એવી છે કે, શાળામાં ચાલતા અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક ભણાવે છે. તો 2 હજારથી વધુ સરકારી શાળા હજુ પણ ઈન્ટરનેટની સુવિધાથી વંચિત છે. 


કાળ બનીને આવતો હાર્ટએટેક છીનવી રહ્યો છે ગુજરાતના યુવકોની જિંદગી, 24 કલાકમાં 3 મોત