ડ્રગ ડીલર અસ્ફાક બાવાની ધરપકડ, સુશાંતના ડ્રગ કનેક્શન અંગે NCB કરી શકે છે પુછપરછ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડ ના એમડી ડ્રગ મામલે મુંબઈ ના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી લીધી છે. આરોપી મુંબઈ થી અલગ-અલગ રાજ્યોમાં છેલ્લા ૮ વર્ષથી ડ્રગ સપ્લાય કરતો હતો. ગુજરાત માં હાલ 2 વાર ડ્રગ મોકલેલ હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં ઉભેલ આ ડ્રગ માફિયાનું નામ છે અફાક અહેમદ ઉર્ફે અસ્ફાક બાવા. મુંબઈનાં મોટા ડ્રગ સપ્લાયરમાં તેનું નામ હોવાનું ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે. તાજેતરમાં જ ક્રાઈમ બ્રાન્ચે 1 પોલીસ કર્મી સહિત 5 લોકોની ડ્રગ સાથે ધરપકડ કરી હતી. જે કેસમાં અસ્ફાક બાવાએ ડ્રગ આપ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અગાઉ પણ અસ્ફાક બાવાએ ડ્રગ અમદાવાદમાં મોકલી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલ અફાકનો પુત્ર ફિદા આ રેકેટ ચલાવી રહયો હતો અને એજ રૂપિયા લઈ ડ્રગ આપતો હતો.
મૌલિક ધામેચા /અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડ ના એમડી ડ્રગ મામલે મુંબઈ ના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી લીધી છે. આરોપી મુંબઈ થી અલગ-અલગ રાજ્યોમાં છેલ્લા ૮ વર્ષથી ડ્રગ સપ્લાય કરતો હતો. ગુજરાત માં હાલ 2 વાર ડ્રગ મોકલેલ હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં ઉભેલ આ ડ્રગ માફિયાનું નામ છે અફાક અહેમદ ઉર્ફે અસ્ફાક બાવા. મુંબઈનાં મોટા ડ્રગ સપ્લાયરમાં તેનું નામ હોવાનું ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે. તાજેતરમાં જ ક્રાઈમ બ્રાન્ચે 1 પોલીસ કર્મી સહિત 5 લોકોની ડ્રગ સાથે ધરપકડ કરી હતી. જે કેસમાં અસ્ફાક બાવાએ ડ્રગ આપ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અગાઉ પણ અસ્ફાક બાવાએ ડ્રગ અમદાવાદમાં મોકલી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલ અફાકનો પુત્ર ફિદા આ રેકેટ ચલાવી રહયો હતો અને એજ રૂપિયા લઈ ડ્રગ આપતો હતો.
દક્ષિણમાં બારે મેઘ ખાંગા થયા, ઉમરાપાડામાં 2 કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અસ્ફાક બાવા છેલ્લા 11 વર્ષથી આ ધંધો કરી રહયો હતો. જો કે 2012 માં પકડાઈ ગયેલો અને ત્યાર બાદ બહાર આવી 2013 થી ફરી ધંધો શરૂ કરી દીધો હતો. મુંબઈમાં જાન્યુઆરી 2020 માં DRI એ 50 કિલો મેફેડ્રોન ડ્રગ પકડયું હતું. જેમાં અસ્ફાક બાવાનું નામ સામે આવતા તે ડરી ગયો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્ર અને કર્ણાટક બોર્ડર પર આવેલ કુરુદવાડમાં બીજી પત્ની અને બાળકો સાથે રહી રહયો હતો. આરોપીને સેન્ટ્રલ એજન્સી અને મુંબઈ પોલીસ પણ શોધી રહી હતી. જો કે તે પોલીસ ગિરફ્ત થી દુર હતો.
મુખ્યમંત્રી ઉત્કર્ષ કાર્યક્રમ યોજાય તે અગાઉ દિવ્યાંગ દંપત્તિનો આત્મહત્યાનો પ્રયાસ પરંતુ
હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીની તપાસ કરી રહી છે કે તેને આ પહેલા કેટલી વાર ગુજરાતમાં ડ્રગ સપ્લાય કર્યું છે. હાલમાં મુંબઈમાંથી અસ્ફાક બાવા પકડાતા સુશાંત કેસમાં તેનું શું કનેક્શન છે અને તેની સંડોવણી છે કે કેમ તે અંગે પણ NCB કાર્યાવહી કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સનું ચલણ ગુજરાતમાં પણ ધીરે ધીરે વધી રહ્યું હોવાના કારણે ગુજરાત સરકાર પણ ચિંતિત બની છે. યુવાનો ધીરે ધીરે ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં ચરસ,ગાંઝો અને અન્ય પ્રકારનાં ડ્રગ્સ મોટા પ્રમાણમાં મળી રહ્યા છે. જે સરકાર માટે ચિંતાનો વિષય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube