મુખ્યમંત્રી ઉત્કર્ષ કાર્યક્રમ યોજાય તે અગાઉ દિવ્યાંગ દંપત્તિનો આત્મહત્યાનો પ્રયાસ પરંતુ

મુખ્યમંત્રી દ્વારા ઉત્કર્ષ કાર્યક્રમ યોજાય તે પહેલા જ દિવ્યાંગ દંપત્તી દ્વારા આત્મ વિલોપનનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. મોડાસા ટાઉન હોલ ખાતે દિવ્યાંત દંપત્તીનો આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસની સતર્કતાને કારણે પોલીસ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. પોલીસ જવાનો તત્કાલ દોડી આવ્યા હતા અને દંપત્તીને અટકાવી દીધું હતું. તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમને સમજાવી બુજાવીને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. 
મુખ્યમંત્રી ઉત્કર્ષ કાર્યક્રમ યોજાય તે અગાઉ દિવ્યાંગ દંપત્તિનો આત્મહત્યાનો પ્રયાસ પરંતુ

સમીર બલોચ/મોડાસા : મુખ્યમંત્રી દ્વારા ઉત્કર્ષ કાર્યક્રમ યોજાય તે પહેલા જ દિવ્યાંગ દંપત્તી દ્વારા આત્મ વિલોપનનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. મોડાસા ટાઉન હોલ ખાતે દિવ્યાંત દંપત્તીનો આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસની સતર્કતાને કારણે પોલીસ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. પોલીસ જવાનો તત્કાલ દોડી આવ્યા હતા અને દંપત્તીને અટકાવી દીધું હતું. તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમને સમજાવી બુજાવીને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. 

મોડાસાના બોરડી કુવામાં રહેતા દંપત્તી દ્વારા ઘર આગળ રોડની સમસ્યા હોવાનું જણાવીને આત્મવિલોપનની અગાઉ ચિમકી આપવામાં આવી હતી. આજે મુખ્યમંત્રીના કાર્યક્રમ અગાઉ તેમણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તંત્રને વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતા પણ તેમની સમસ્યાનો ઉકેલ નહી આવતા તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. જો કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાના કારણે મોટા પ્રમાણમાં પોલીસ જવાનો સહિતનો ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ હાજર હતો. જેથી તેમને આ કૃત્ય કરતા અટકાવવામાં આવ્યા હતા. સમજાવટ દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news