ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાંચ ગોંડલ રોડ પર થી 5 ટ્રક નશીલા સીરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં રાજકોટ ભાજપના આગેવાન બંધુ સહિતનાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે નશીલા સીરપ વેચાણના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરતા તેનું પગેરું મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું હતું. જેના પગલે રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પહોંચી તપાસ કરતા નશાયુક્ત સીરપ બનાવતી આખી ફેક્ટરી મળી આવી હતી. અંદાજે 1.50 કરોડનો જથ્થો મળી આવતા પોલીસે મહારાષ્ટ્રના નંદુરબાર સ્થિત આ ફેક્ટરી સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Chandrayaan-3 Landing નો સામે આવ્યો પ્રથમ Video, તમે પણ જુઓ સુંદર નજારો


મહારાષ્ટ્રનાં નંદુરબારનાં ઉદ્દેપુર ગામમાં નશાકારક સિરપની ફેક્ટરી ધમધમતી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો કરી સીલ કરી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનાં DCP ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગત તારીખ 3 જુલાઈના 73 હજારથી વધુ બોટલોમાં નશાયુક્ત સીરપનો જથ્થો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. જે અલગ અલગ 5 ટ્રકમાંથી સૌરાષ્ટ્રમાં ધુસાડ્યો હતો. FSL રિપોર્ટમાં આ જથ્થો નશાયુક્ત હોવાનું સામે આવતા ફરિયાદ નોંધી 3 આરોપીની ધરપકડ કરી હતી. વડોદરાનો શખ્સ મહારાષ્ટ્રના નંદુરબારનાં ઉદ્દેપુરમાં કારખાનું શરુ કરીને નશાકારક સિરપ તૈયાર કરતા હતા. 


ચંદ્રયાન-3નું સફળ સોફ્ટ લેન્ડિંગ, હવે સૂર્ય અને શુક્ર સાથે જોડાયેલા મિશન ટાર્ગેટ


રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમ તપાસ અર્થે મહારાષ્ટ્ર સુધી પહોંચી હતી. મહારાષ્ટ્ર ખાતે નંદુરબારના ઉદેપુર ખાતે પહોંચી નશાયુક્ત સીરપ બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડી ચેક કરતા અંદરથી સીરપ પેકિંગ માટેનાં બોક્સ, ખાલી પૂઠાં, ટેપ રોલ, સહિત નશાયુક્ત સીરપની બોટલો મળી કુલ 1.50 કરોડથી વધુનો મુદ્દામાલ સીલ કરવામાં આવ્યો હતો. જે અંગે રિપોર્ટ પણ મહારાષ્ટ્ર પોલીસને કરવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસે કુલ 10 આરોપીઓ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે જે પૈકી 3 આરોપીની ધરપકડ કરી ફરાર 7 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.


હંમેશા યાદ રહે એટલે જ લેન્ડરનું નામ વિક્રમ છે:વિક્રમ એટલે કોણ એક અમદાવાદી,એક ગુજરાતી


 મહારાષ્ટ્ર સ્થિત ફેક્ટરીમાંથી મળી આવેલા કેમિકલ પ્રાથમિક દ્રષ્ટીએ આલ્કોહોલિક જોવા મળી રહ્યા છે. તે માટે FSLનો રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કન્ટેન શું છે તે જાણી શકાશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. આ પીણું પીવાથી માણસના લીવર ઉપર ગંભીર અસર પહોંચી શકે છે અને જોખમી બીમારી પણ થઈ શકે તેમ છે. 


ચંદ્ર પર પહોંચ્યું ચંદ્રયાન...જાણો હવે શું કામ કરશે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર?


નશાયુક્ત સીરપ કેસમાં રાજકોટ શહેર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ રૂપેશ ડોડીયા અને તેના ભાઈ ધર્મેશ ડોડીયા સહિતનાઓએ મગાવ્યાનું હોવાનું ખૂલતા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનો નોંધાતા ડોડિયા બંધુ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને રૂપેશ ડોડિયાએ આગોતરા જામીન અરજી પણ મુકવામાં આવી છે. 


Chandrayaan 3 Landing: ચંદ્રયાન 3ની સફળતાના અસલી હીરો કોણ? તમે પણ જાણો તેમના વિશે