ચંદ્રયાન-3નું સફળ સોફ્ટ લેન્ડિંગ, હવે સૂર્ય અને શુક્ર સાથે જોડાયેલા મિશન પર ઈસરોની નજર

ભારતના ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કરી ચુક્યું છે. તેને લઈને દેશમાં ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ઈસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ આપી રહ્યાં છે. લોકો મીઠાઈ વેચીને મીઠું મોઢુ કરાવી રહ્યાં છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ પીએમ મોદીએ દેશના આગામી મિશન પર મોટી જાણકારી આપી છે. 
 

ચંદ્રયાન-3નું સફળ સોફ્ટ લેન્ડિંગ, હવે સૂર્ય અને શુક્ર સાથે જોડાયેલા મિશન પર ઈસરોની નજર

નવી દિલ્હીઃ ચંદ્રમાના જે દક્ષિણી ધ્રુવ પર દુનિયાની મહાશક્તિઓ પહોંચી શકી નહીં, ત્યાં હિન્દુસ્તાન પહોંચી ગયું છે. પ્રથમવાર ચંદ્રના દક્ષિણી ધ્રુવની સપાટી પર કોઈ દેશ પહોંચ્યો છે. ભારતના ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમનું ચંદ્રયાનની સપાટી પર સફળ લેન્ડિંગ થઈ ચુક્યુ છે. તેને લઈને દેશ ખુશીઓ મનાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો ઈસરોને શુભેચ્છાઓ આપી રહ્યાં છે. આ વચ્ચે બ્રિક્સ સંમેલન માટે દક્ષિણ આફ્રિકા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને શુભેચ્છા આપી છે. સાથે તેમણે કહ્યું કે હવે સૂર્ય અને શુક્ર સાથે જોડાયેલા મિશનનો વારો છે. 

રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે આપણે આપણી આંખો સામે આવો ઈતિહાસ બનતો જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આવી ઐતિહાસિક ઘટનાઓ રાષ્ટ્રીય જીવનની શાશ્વત ચેતના બની રહે છે. આ ક્ષણ અવિશ્વસનીય છે. આ ક્ષણ અદ્ભુત છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. મુશ્કેલીઓના સાગરને પાર કરવાની આ ક્ષણ છે. વિજયના ચંદ્રમાર્ગ પર ચાલવાની આ ક્ષણ છે. આ ક્ષણ 140 કરોડ ભારતના શક્તિની છે. આ ભારતમાં નવી ઉર્જા, નવી શ્રદ્ધા, નવી ચેતનાની ક્ષણ છે. 

તેમણે કહ્યું કે અમૃતકાલના પ્રથમ પ્રવાહમાં સફળતાનું અમૃત વરસ્યું છે. આપણે પૃથ્વી પર સંકલ્પ લીધો અને ચંદ્ર પર તેને સાકાર કર્યો. આપણા વૈજ્ઞાનિક સાથીઓએ પણ કહ્યું, ભારત હવે ચંદ્ર પર છે. આજે આપણે અવકાશમાં ન્યુ ઈન્ડિયાની નવી ઉડાન જોઈ. હું હાલમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકામાં છું, પરંતુ દરેક દેશવાસીની જેમ મારું મન પણ ચંદ્રયાન મહાભિયાન પર કેન્દ્રિત હતું. દરેક ભારતીયો નવા ઈતિહાસની ઉજવણીમાં ડૂબી ગયા છે. દરેક ઘરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. હું દિલથી દેશવાસીઓની સાથે તમારા પરિવારજનોની સાથે આ ઉમંગ અને ઉત્સાહથી જોડાયેલો છું. 

પીએમ મોદીએ કહ્યું કે ટીમ ચંદ્રયાન, ઈસરો અને દેશના દરેક વૈજ્ઞાનિકોને દિલથી શુભેચ્છા આપુ છું. જેમણે આ ક્ષણ માટે વર્ષોથી પરિશ્રમ કર્યો છે. ઉત્સાહ, ઉમંદ, આનંદ અને ભાવુકતાથી ભરેલી આ અદ્ભુત ક્ષણ માટે 140 કરોડ દેશવાસીઓને શુભેચ્છા છું. આપણા વૈજ્ઞાનિકોના પરિશ્ચમ અને પ્રતિભાથી ભારત ચંદ્રમાના તે દક્ષિણી ધ્રુવ પર પહોંચ્યું છે, જ્યાં સુધી આજ સુધી દુનિયાનો કોઈ દેશ પહોંચી શક્યો નથી. નવી પેઢી માટે કહેવતો બદલાઈ જશે. ભારતમાં તો આપણે બધા લોકો ધરતીને મા કહીએ છીએ અને ચંદ્રને મામા કહીએ છીએ. ક્યારેક કહેવામાં આવતું કે ચાંદા મામા દૂર છે. હવે તે દિવસ પણ આવશે જ્યારે બાળકો કહેશે કે ચાંદા મામા બદ એક ટૂરના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news