રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છ (Kutch) નાં દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઇન કેસમાં ગઈ કાલે ગુજરાત એટીએસ (Gujarat ATS) ને મોટી સફળતા મળી હતી. આ કેસનો મુખ્ય આરોપી શાહિદ હુસૈન સુમરાને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. આ શાહિદ હુસૈન દુબઇ (Dubai) થી દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર ઉતરતા જ દબોચી લેવામાં આવ્યો હતો. આજે શાહિદ હુસૈન ને ભુજની NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 14 દિવસના રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેમાં કોર્ટે 8 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત જાન્યુઆરી મહિનામાં ગુજરાત એટીએસ (Gujarat ATS) અને કોસ્ટ ગાર્ડે મધદરિયે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આ સમગ્ર કિસ્સામાં  પહેલા 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, 175 કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી શાહિદ હુસૈનને દિલ્હી (Delhi) થી દબોચી લેવામાં આવ્યો હતો. 

Ahmedabad: હવે રોકડા રૂપિયા નથી એવું બહાનું નહી ચાલે, પોલીસ POS મશીન દ્વારા વસૂલશે દંડ


આ આરોપીનું મુખ્ય કામ હતું કે,પાકિસ્તાન (Pakistan) થી ભારત (India) નાં વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ ગેરકાયદેસર ઘુસાડવું. આ આરોપી મુખ્ય કચ્છનો જ રહેવાસી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, શાહિદ હુસૈન સુમરા દુબઇથી દિલ્હી આવવાનો છે. જેથી ગુજરાત એટીએસ (Gujarat ATS) ની એક ટીમે તેને દિલ્હી એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરીમાં મધરાત્રે એક વાગ્યાના અરસામાં જખૌથી આશરે 440 કિમીના અંતરે ડ્રગ્સ ભરેલી પાકિસ્તાની બોટ (Pakistani Boat) ભારતીય જળ સીમામાં ઘુસતા જ ત્રણેય સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના કેરિયરોને ખબર ન પડે તેવી રીતે સંયુક્ત ઓપરેશન કરીને બોટને ઘેરી લીધી હતી. તેમજ બોટ (Boat) નો કબજો કરીને જખૌ કોસ્ટગાર્ડ મથકે લાવવામાં આવી હતી. 

Chotila Highway પર ટેન્કર પલ્ટી ખાતા વહી તેલની નદીઓ, લોકોએ કરી પડાપડી


ત્યારે બોટ (Boat) માંથી પાંચ પાકિસ્તાની શખ્સો ઝડપાયા હતા. બોટમાં રાખેલા હેરોઈનના એક કિલોગ્રામના એક એવા 35 પેકેટ કબજે કરવામાં આવ્યા હતા. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 175 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.


આ ગુનામાં પકડાયેલ આરોપીઓ મુર્તઝા યામીન જાત, યામીન ઉંમર જાત, મુસ્તફા યામીન,નસરૂલ્લા યામીન સિંધી, હુસૈન ઇબ્રાહીમ,સાલેમામદ અબ્દુલ્લા સિંધી,મહમદ યાસીન,રફીકઆમદ ઉસ્માનઅલી પાકીસ્તાન નાઓએ પોતાના કબ્જાની નૂહ શફીના નામની પાકિસ્તાની બોટમા ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇનનો 30 કિલો જથ્થો કુલ કિરૂ. 150 કરોડનો પાકિસ્તાનના ઇબ્રાહિમ હૈદરી દરીયા કિનારેથી ભરી લાવી જખૌના દરીયામા હાજી નામના માણસની બોટમાં ડીલીવરી કરવા આવતા જખી જેટીથી 36 નોટીકલ માઇલ દુર દરીયામાં પોઝીશન 23.3290N, 68.0 249E ઉપરથી પકડાઇ ગયા હતા. 

Patan જિલ્લા કોંગ્રેસમાં પ્રદેશ અને જિલ્લા પ્રમુખથી નારાજ 6 જેટલા પ્રમુખોએ આપ્યું રાજીનામા


આ હેરોઇનનો જથ્થો કરાંચી, બાબા બીટમાં રહેતા આરીફ કચ્છીએ જખોના દરીયામા હાજી નામના માણસને ડીલીવરી કરવાનો હોય અને આ જથ્થો હાલ પકડાયેલ આરોપી શાહીદ કાસમ સુમરા તેના માણસો દ્વારા પંજાબમાં મનજીતસીંગ બુટાસીંગ, રેશમસીંગ કરસનસીંગ,પુનિત ભીમસેન કજાલા નાઓને ડીલીવરી કરવાનો હતો તે તમામ આરોપીઓએ એકબીજાની મદદગારીથી પાકિસ્તાનથી ગેરકાયદેસર વગર પાસ પરમીટે માદક પદાર્થ હેરોઇનનો જથ્થો ભારતીય જળસીમામાં ઘુસાડી પકડાઇ જઇ ગુનો કર્યો હતો.


આ ગુનામાં પકડાયેલ આરોપી શાહીદ કાસમ સુમરાને પોલીસ કસ્ટડી સમય દરમ્યાન આ ગુનામાં કબ્જે કરેલ માદક પદાર્થ હેરોઇન 30 કિલાનો જથ્થો તેણે કોની પાસેથી ખરીદેલ હતો અને આ હેરોઇનના જથ્થાની ડીલીવરી જખૌના દરીયામાં હાજી નામના માણસને કરવાની હતી તેનું પુરૂ નામ સરનામું શું છે ? તથા આ હેરોઇનની હેરાફેરીમાં તેની સાથે બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલ છે ? તેણે અગાઉ કોઇ વખત પાકિસ્તાનથી કે બીજા દેશોમાંથી બોટમાં હેરોઇનનો જથ્થો ભરી ભારતીય જળ સીમામાં કોઇને ડીલીવરી આપેલ છે કે કેમ ? તેઓ કોઈ આંતર રાષ્ટ્રીય ડ્રગ માફીયાઓ સાથે તેમજ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલ છે કે કેમ ? વગેરે કારણોસર નાર્કોટિક્સના ગુનાઓના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વરિષ્ઠ વકીલ કે.સી.ગોસ્વામી દ્વારા આ કેસ સંદર્ભે કોર્ટમાં એટીએસ તરફે દલીલો કરાઈ હતી.

Jyotiraditya Scindia એ ભાવનગરને આપી ભેટ, દિલ્હી અને મુંબઇ માટે દરરોજ ભરશે ઉડાન


આ ગુનાના વોન્ટેડ આરોપીઓ બાબતે તેને વિશ્વાસમાં લઇ  પુછપરછ કરતા તે કોઇ સંતોષકારક જવાબ આપતો નથી અને તે રીઢો અને બનેલો ગુનેગાર હોઇ ગોળ ગોળ જવાબો આપી પોલીસ કસ્ટડીનો સમય પુરો કરવાની કોશીષ કરેલ છે. જેથી આરોપીની વધુ સમય અને સતત પોલીસ કસ્ટડીમાં હાજરી હોય તો જ ગુનાને પ્રકાશ પાડતી હકીકત જાણી શકાય તેમ છે માટે આરોપીને સાથે રાખી તપાસ કરવામાં આવે તો ગુનાના મૂળ સુધી પહોંચી શકાય તેમ છે. 


જેથી સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી દ્વારા આરોપીના ન્યાયના હિતમાં 14 દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજુર કરવા NDPS કોર્ટમાં માંગણી કરવામાં આવી હતી.જેમાં NDPS કોર્ટના જજે આરોપીના 8 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube