Chotila Highway પર ટેન્કર પલ્ટી ખાતા વહી તેલની નદીઓ, લોકોએ કરી પડાપડી
લોકોએ ડોલ, ડબ્બા સહિતના વાસણોને રીતસર પડાપડી કરી હતી. આ અંગે પોલીસ (Police) ને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Trending Photos
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર (Surendranagar) ના ચોટીલા હાઇવે (Chotila Highway) પર એક દુર્ઘટના સર્જાઇ હતી. જેના લીધે રોડ પર તેલ (Oil) ની નદી વહેવા લાગી હતી. તેલની નદી વહેતાં લોકોએ તેલ (Oil) ભરવા માટે દોટ મુકી હતી. લોકોએ ડોલ, ડબ્બા સહિતના વાસણોને રીતસર પડાપડી કરી હતી. આ અંગે પોલીસ (Police) ને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા હાઇવે પર એક તેલ (Oil) ભરેલું ટેન્કર સ્લીપ ખાઇ જતાં તેલની નદી વહેવા લાગી હતી. તેલ રોડ પર ઢોળાતાં લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી. લોકો ડોલ, ડબલા, સહિતના વાસણો લઇને ઉમટી પડ્યા હતા. તેલ (Oil) ના ખાડા ભરેલા જોઈ ગામલોકો પોતાના વાસણોને લઈ તેલ ભરવા પહોંચી ગયા હતા.
અત્રે તરફ જ્યારે તેલ (Oil) ના ભાવ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ ટેન્કર (Tanker) પલટી ખાઇ જતાં આસપાસના લોકો માટે તેલ સ્વરૂપે લોટરી લાગી ગઇ એવું લાગી રહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે