અર્પણ કાયદાવાલા/અમદાવાદ : વહેલી સવારથી જ શહેરમાં ભારે ગરમી જોવા મળી હતી. આ ઉપરાંત ભારે ગરમી ઉપરાંત અસહ્ય બફારો પણ અનુભવાઇ રહ્યો હતો. જેના કારણે પહેલાથીજ ઘરમાં પુરાયેલા લોકો બફારાથી વધારે ત્રસ્ત બન્યા હતા. જો કે રાજ્યમાં ઉત્તર પશ્ચિમનો પવન ફુંકાતા તાપમાનમાં વધારો થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત બની રહ્યું છે વુહાન? દર ચોથી મિનિટે એક વ્યક્તિ બને છે કોરોનાનો શિકાર

હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવાયું કે, ઉત્તર પશ્ચિમી પવનો પ્રમાણમાં ગરમ હોય છે. જેનાં કારણે આ પવન જ્યારે ફુંકાય છે ત્યારે આપોઆપ જ તાપમાનમાં વધારો થાય છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જો કે આ પવનોનાં કારણે ઉત્તર ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવી શકે છે. વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા હોમ ક્વોરન્ટાઇન, ચાર્જ મુકેશ કુમારને સોંપાયો

અત્રે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે. સૌરાષ્ટ્રમાં કેરીનો પાકને કમોસમી વરસાદનાં કારણે ખુબ જ નુકસાન થયું છે. તો ઉત્તર ગુજરાતમાં આજે પણ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. તેવામાં હવામાન વિભાગ દ્વારા વધારે એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડે અથવા મેઘાડંબર રચાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર