હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં ડુંગળીના ભાવ 150 રૂપિયાથી વધી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ભાવ (Onion price) વધે તો સીધા જ સાતમા આસમાને પહોંચી જાય છે. ત્યારે આ વખતે ગુજરાતના ખેડૂતોએ ડુંગળીના વાવેતરમાં ધરખમ વધારો કર્યો છે. રાજ્યમાં 6000 હેકટરથી વધુમાં ગત વર્ષ કરતાં ડુંગળીનું વાવેતર (Winter crops) થયું છે. જોકે રવિ પાકમાં આ વખતે ગુજરાતમાં 113 ટકા જેટલો વધારો થયો છે. ઘઉં, ચણા, જુવાર મકાઈ સહિતના પાકોમાં વાવેતર વિસ્તાર વધ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટાખા ગર્લ નતાશા કોણ છે, જેના પર ક્રિકેટર હાર્દિક પંડ્યા થયો લટ્ટુ અને કરી....


રાજ્યમાં ચોમાસામાં સારો વરસાદ પડ્યો હતો. તેના મીઠા ફળ હવે ખેડૂતોને મળવાના શરૂ થયા છે. ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 140 ટકાથી વધુ વરસાદ થતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા અને પાકને નુકસાનની બૂમો પણ ઉઠી હતી. જોકે તેના મીઠા પરિણામો હવે રવિ સીઝનમાં ખેડૂતોને મળી રહ્યા છે. રાજ્યના કૃષિ વિભાગના આંકડા પ્રમાણે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 113 ટકાથી વધુ વાવેતર થયું છે. જેના કારણે રવિ સીઝનના પાકોમાં ખેડૂતોને વધુ ઉત્પાદન મળશે. ખાસ કરીને ડુંગળી જેવા આસમાને પહોંચેલા ભાવ વધારાને પગલે ખેડૂતો ડુંગળીના વાવેતર તરફ પણ વળ્યા છે. ગત વર્ષે ડુંગળીનું વાવેતર રાજ્યમાં 27 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં થયું હતું. તેની સરખામણીમાં આ વર્ષે 35 હજારથી વધુ હેક્ટર વિસ્તારમાં ડુંગળીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. આ જ પ્રકારે ઘઉં, જુવાર મકાઇ અને ચણાના વાવેતર વિસ્તારમાં પણ વધારો થયો છે.


ભાણી બાનું ઘરમાં થયું શાનદાર વેલકમ, મામુજાન સલમાને કોઈ કસર ન છોડી, Video


કૃષિ વિભાગના આંકડાઓ પ્રમાણે...


  • ઘઉંનું 12 લાખ 31 હજાર હેક્ટર વિસ્તારમાં આ વર્ષે વાવેતર થયું. જે ગત વર્ષે ઘઉંમાં 7 લાખ 85 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું

  • મકાઈમાં 1 લાખ 24 હજાર હેક્ટર વિસ્તારમાં આ વર્ષે વાવેતર થયું, જે ગત વર્ષે 92 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું

  • જુવારમાં 19 હજાર 940 હેક્ટર વિસ્તારમાં આ વર્ષે વાવેતર થયું, જે ગત વર્ષે ૩૫ હજાર કરતાં વધુ હતું. એટલે કે જુવારમાં વાવેતર ઘટ્યું છે.

  • ચણાનું વાવેતર 3 લાખ 42 હજાર હેક્ટરમાં થયું, જે ગત વર્ષે 1 લાખ 70 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું

  • ડુંગળીમાં આ વર્ષે 35 હજાર 123 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું, જે ગત વર્ષ માં 27928 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું

  • આ વર્ષે કુલ 35 લાખ 46 હજાર હેક્ટરમાં રવિ પાક નું વાવેતર થયું


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....