ધવલ પરીખ/નવસારી: ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં તાપમાન ઉંચે જતા ખેતી ઉપર વિપરીત અસર થઈ રહી છે. જેને કારણે સામાન્ય રીતે મે મહિનામાં આવતા અને આરોગ્યની દ્રષ્ટિએ ઉપયોગી કાળા જાંબુ બજારમાં સીઝન કરતા વહેલા મળતા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણાની યુવતીની હત્યા અંગે ખુલાસો, રિક્ષાચાલક નીકળ્યો હત્યારો,મોબાઈલથી ઉકેલાયો કેસ


ઉનાળો આવતા જ પાણીથી ભરપૂર ફળો બજારમાં અવાવના શરૂ થાય છે. જેમાં ખેતરોમાં શેઢે પાળે થતા સફેદ અને કાળા જાંબુ પણ મળતા થયા છે. જોકે વાતાવરણમાં સતત બદલાવની સીધી અસર ફળો પર પણ જોવા મળી છે, જેમાં તાપમાન ઉંચે જતા સમય કરતા વહેલા ફળ પાકી જવાની સ્થિતિ બને છે. ત્યારે ડાયાબિટીસના રોગમાં અકસીર ગણાતા કાળા જાંબુ સ્મનાય રીતે મે મહિનાના મધ્યમાં આવતા હોય છે, પરંતુ વતાવારણીય અસરને કારણે 20 દિવસ વહેલા જાંબુ બજારમાં મળતા થયા છે. 


આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે પડશે વરસાદ


જાંબુ વહેલા આવવાથી એના ગુણધર્મ પર કોઈ અસર નથી થતી, પણ ફળની સાઈઝ અને ગુણવત્તા પર ચોક્કસ અસર થતી હોવાનું કહી શકાય છે. કાળા જાંબુ મે જૂનમાં આવતા ફળ માખીનો ઉપદ્રવ ઉત્પાદન પર અસર પહોંચાડે છે, જેથી એક રીતે જાંબુ વહેલા આવવું ખેડૂતો માટે લાભદાયક છે. 


અ'વાદમાં તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, અરજદારે કહ્યું; 'આ અખંડ દેશ શું ખંડિત કરવો છે'


ઉલ્લેખનીય છે કે દરેક ફળનું એક તાપમાન નક્કી હોય છે અને એ તાપમાન મળતા જ ફળ તૈયાર થતા હોય છે. ત્યારે તાપમાનમાં ઉતાર ચઢાવ ફળને વહેલા પાકવામાં કારણભૂત કહી શકાય છે, જેના કારણે જ કેરી અને જાંબુ બજારમાં વહેલા જોવા મળ્યા છે.