મહેસાણાની યુવતીની હત્યામાં મોટો ખુલાસો; રિક્ષાચાલક જ નીકળ્યો હત્યારો, આટલી ક્રુરતા પૂર્વક કરાઈ હત્યા
દલિત સમાજના અગ્રણીઓએ પણ પોલીસને તત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા અલ્ટીમેટમ આપ્યું હતું. આ વિવાદ વચ્ચે મહેસાણા પોલીસે આ યુવતીની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. કોણ છે આ યુવતીનો હત્યારો અને કેમ આ ઘટનાને અંજામ આપ્યો?
Trending Photos
તેજસ દવે/મહેસાણા: મહેસાણાના બાસણા ગામ પાસે યુવતીની નગ્ન લાશ મળી આવવાના કેસનો મહેસાણા પોલીસે ભેદ ઉકેલી દીધો છે. 25 તારીખના રોજ નોકરી થી ઘરે પરત જઈ રહેલી દલિત સમાજની યુવતીની 27 તારીખના દિવસે એરંડાના ખેતરમાંથી લાશ મળી આવી હતી.
આ કેસમાં પહેલેથી બળાત્કાર કરી હત્યાં નિપજાવાઈ હોવાની પોલીસે શકયતા વ્યક્ત કરી યુવતીના મૃતદેહ નું ફોરેન્સિક પી એમ કરાવ્યું હતું. તો બીજી તરફ દલિત સમાજના અગ્રણીઓએ પણ પોલીસને તત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા અલ્ટીમેટમ આપ્યું હતું. આ વિવાદ વચ્ચે મહેસાણા પોલીસે આ યુવતીની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. કોણ છે આ યુવતીનો હત્યારો અને કેમ આ ઘટનાને અંજામ આપ્યો?
મહેસાણા પોલીસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયેલા હત્યા કેસનો આખરે ભેદ ઉકેલાઈ ગયો છે. 27 તારીખના રોજ બાસણા ગામ નજીક 23 વર્ષીય યુવતીનો હત્યારો આખરે પોલીસ સંકજામાં આવી ગયો છે. વિજય ઠાકોરે મહેસાણાના મોલમાં નોકરી કરીને ઘરે પરત જઈ રહેલી 23 વર્ષીય યુવતીની દુષ્કર્મ ગુજારી હત્યા કરી દીધી હતી. વિજય ઠાકોર મહેસાણા અને વિસનગર વચ્ચે રીક્ષા ચલાવે છે અને આ કારણે 25 એપ્રિલના દિવસે યુવતી નોકરીથી છૂટીને ઘરે જવા માટે વિજય ઠાકોરની રીક્ષામાં બેઠી. 23 વર્ષીય યુવતીને જોઈને રીક્ષા ચાલક વિજય ઠાકોરના મનમાં વાસનનો કીડો સળવળ્યો અને તેણે યુવતી સાથે દુષ્કર્મનો પ્લાન મનોમન બનાવી દીધો.
આ પ્લાનને અંજામ આપવા રસ્તામાં કોઈ અન્ય મુસાફર બેસાડવાનું રીક્ષા ચાલકે ટાળ્યું અને રીક્ષા વિસનગર તરફ પુરઝડપે ભગાવી દીધી. રસ્તામાં બાસણા ગામ નજીક યુવતીને યુક્તિ પ્રયુક્તિ વાપરી રીક્ષા ચાલક એક ખેતરમાં લઈ ગયો. જ્યાં યુવતીને માર મારી તેની સાથે બળજબરી શરૂ કરી દીધી. જ્યાં યુવતી સાથે દુષ્કર્મ આચરી પકડાઈ જવાની બીકે રીક્ષા ચાલક વિજય ઠાકોરે યુવતીને મારી નાખવાનો પ્લાન બનાવી દીધો. પહેલા યુવતીને લાતો મારી અને ત્યારબાદ યુવતીએ પહેરેલા કપડાંથી તેનું ગળું દબાવી દીધું. ત્યારબાદ યુવતીનો મોબાઈલ અને અન્ય સામાન લઈને રીક્ષા ચાલક ફરાર થઇ ગયો. મોબાઈલ તાવડીયા રોડ ઉપર ફેંકી દીધો તો યુવતીની બેગ ખેતરથી દુર એક અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી.
આ ઘટના બન્યા બાદ દલિત સમાજ દ્વારા આરોપીઓને ત્વરિત પકડી લેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું તો બીજી તરફ પોલીસ એ પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને ગુનાનો ભેદ ઉકેલવા 7 જેટલી ટીમ કામે લગાડી દીધી. જેમાં યુવતીના નોકરીના સ્થળથી વિસનગર તરફ જવાના રસ્તા ઉપર 24 કિમી વિસ્તારમાં સીસીટીવી ચેક કરવામાં આવ્યા. તો 25 તારીખ રાત્રે વિસનગર તરફ ગયેલા 100 કરતા વધુ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી. તે દરમિયાન યુવતી રિક્ષામાં બેસીને ગઈ હોવાની હકીકત મળતા પોલીસે રીક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી. જેમાં પુદગામ ગામનો રીક્ષા ચાલક બે દિવસથી શટલ મારવા માટે આવ્યો નહીં હોવાનું અન્ય રીક્ષા ચાલકે જણાવ્યું હતું.
આ તમામ બાબતને ધ્યાનમાં લઈને પોલીસે રીક્ષા ચાલક વિજયની પૂછપરછ હાથ ધરી. જેમાં તેણે આખરે ગુનો કબુલી લીધો. આ ગુનાનો ભેદ ઉકેલવામાં યુવતીનો મોબાઈલ ફોન મહત્વપૂર્ણ કડી સાબિત થયો. ઘટનાને અંજામ આપ્યા બાદ યુવતીનો મોબાઈલ ફોન રાત્રીના 1 કલાક સુધી ચાલુ રહ્યો હતો. આ ફોન રીક્ષા ચાલકની કબુલાત આધારે શોધી લેવામાં પોલીસને સફળતા મળતા જ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
મહેસાણા જેવા શાંત અને સલામત માનવામાં આવતા જિલ્લામાં આ ઘટનાએ લોકોને હચમચાવી મુક્યાં છે. તો બીજી તરફ રીક્ષા ચાલક ઉપર ભરોસો કરી રાત્રીના સમયે એકલા મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા સામે પણ ઘટનાને સવાલ ખડા કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે