હવામાન વિભાગની નવી ચોંકાવનારી આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ

Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં ગુજરાતના અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે, જી હા. અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જગ્યાએ આગામી ત્રણ કલાકમાં મોસમ પોતાનો મિઝાજ બદલી શકે છે.

હવામાન વિભાગની નવી ચોંકાવનારી આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં ભરઉનાળે સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ પણ એક પછી એક નવી આગાહીઓ કરતું રહે છે અને મે મહીનામાં વાવાઝોડા સહિત અનેક જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે (સોમવાર) હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે ભયાનક આગાહી કરવામાં આવી છે. 

આગામી ત્રણ કલાક વીજળીના કડાકા સાથે વરસાદ
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં ગુજરાતના અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે, જી હા. અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જગ્યાએ આગામી ત્રણ કલાકમાં મોસમ પોતાનો મિઝાજ બદલી શકે છે. હવામાન વિભાગે એડવાઈઝરી જાહેર કરીને જણાવ્યું છે કે આગામી ત્રણ કલાકમાં અમદવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, કચ્છ, જામનગર, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી,  દમણમાં વરસાદની આગાહી કરાઈ છે. એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આગામી ત્રણ કલાકમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. 

આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી
આ સિવાય હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4થી 5 મે સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે.

હાલ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતા કમોસમી વરસાદ થશે, જ્યારે આગામી ત્રણ દિવસ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં કેટલીક જગ્યાએ વરસાદ રહી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news