ગાંધીનગર : રાજ્યના વનબંધુઓને વિકાસની મુખ્યધારામાં લાવવાના રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસોના આજે પ્રભાવક પરિણામો મળી રહ્યા છે. આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે, ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રીના અધ્યક્ષ સ્થાને ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક યોજાઇ હતી. આજે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને રાજ્ય આદિજાતિ વિકાસ મંત્રી રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક યોજાઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BHAVNAGAR: સિહોરમાં ફિલ્મી સ્ટાઇલે કમરે પિસ્તોલ લટકાવી ફરનારા બે આરોપી ઝડપાયા
 
આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ બેઠકમાં સંબોધન કરતા કહ્યું હતું કે, રાજ્યના વનબંધુઓને વિકાસની મુખ્યધારામાં લાવવાના રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસોના આજે પ્રભાવક પરિણામો મળી રહ્યા છે. રાજ્ય સરકારનો અભિગમ સ્પષ્ટ છે કે બધાનો સમાનતાના ધોરણે સ્વીકાર થાય તથા ટૂંકાગાળાના નહીં પરંતુ લાંબા ગાળા માટે આદિજાતિ વિસ્તારો વધુ વિકસિત બને તે માટે તમામ સંસાધનોને પ્રાથમિકતા આપી કામે લગાડવા જરૂરી છે. 


દારૂડીયા રાહુલ ગાંધીની ધરપકડ, નશામાં ચકચુર થઇ AUDI ચલાવી, PI ને કહ્યું તારા પટ્ટા ઉતરી જશે


મંત્રી વસાવાએ ઉમેર્યું હતું કે, આદિજાતિ સમાજના બાળકો - યુવાઓને 100% શિક્ષણ મળી રહે તેવું આપણું લક્ષ્ય છે અને આ લક્ષ્યને સત્વરે સાકાર કરવા શિક્ષણ વિભાગના અધિકારીઓને માર્ગદર્શન સહિત સૂચનાઓ આપી હતી. આદિજાતિ વિસ્તારોમાં પાણીની સમસ્યા કાયમી નિવારવા અને દુષ્કાળને ભૂતકાળ બનાવવા પાણી, ખેતી- બિયારણની પૂરતી સગવડો, ઉદવહન સિંચાઇ યોજનાઓને સરકારે અગ્રિમતા આપી છે તેમ જણાવી આદિવાસી વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણી માટેના પ્રગતિમાં રહેલ કામોની સમીક્ષા કરી હતી.


સોમવારે બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નકલી પોલીસની સ્કવોર્ડ પહોંચી અને પછી...


રાજ્ય આદિજાતિ વિકાસ મંત્રી રમણભાઈ પાટકરે કહ્યું હતું કે, છેવાડાના વિસ્તારના માનવીને પણ તેના કલ્યાણનો, વિકાસનો વિચાર કરનારી સરકાર છે તેની આજે અનુભૂતિ થઈ રહી છે. આદિવાસી વિસ્તારના ઊંડાણના ગામોમાં એસ.ટી.ની સુવિધા મળી રહે તે માટે એસ.ટી. નિગમના અધિકારીઓને આયોજનબદ્ધ બસ સેવા શરૂ કરવા તેમજ નવા બસ સ્ટેશનોના નિર્માણ અને જર્જરિત બસ સ્ટેશનોના નવનિર્માણના કાર્યને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.


હાઇવે પર મધરાત્રે ફિલ્મી સ્ટાઇલે કરોડોની લૂંટનો પ્રયાસ, મુસાફરોએ પ્રતિકાર કર્યો અને...


આ બેઠકમાં આદિજાતિ વિસ્તારના ધારાસભ્યોએ પણ વિવિધ રજૂઆતો-સૂચનો કર્યા હતા. આદિજાતિ વિકાસ વિભાગના સચિવ ડૉ. એસ. મુરલી ક્રિષ્નને સરકારના બધા જ વિભાગો સામૂહિક રીતે આદિજાતિ વિસ્તારોનો વિકાસ થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે તેમ જણાવી આ બેઠકનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. આ બેઠકમાં આદિવાસી ક્ષેત્રો માટેના વિકાસ કામો અને અગાઉની બેઠકમાં થયેલા સૂચનોના અમલીકરણની વિગતોનું વિસ્તૃત વિવરણ પ્રેઝન્ટેશન આદિજાતિ વિકાસ કમિશ્નર દિલીપ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આદિજાતિ વિસ્તારના ધારાસભ્યો તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube