દારૂડીયા રાહુલ ગાંધીની ધરપકડ, નશામાં ચકચુર થઇ AUDI ચલાવી, PI ને કહ્યું તારા પટ્ટા ઉતરી જશે

પોલીસ અને સુરત અવાર નવાર વિવિધ ગુનાઓના કારણે ચર્ચામાં રહે છે. સુરત હાલ ગુજરાતનું એકમાત્ર એવું શહેર છે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અન્યોની તુલનાએ ખુબ જ કથળેલી છે. રોજેરોજ હત્યા, બળાત્કાર, લૂંટ અને મારામારીના તો અસંખ્ય ગુનાઓ બને છે. હીટ એન્ડ રન જેવા ગુનાઓ પણ સામે આવતા રહે છે. તેવામાં સુરતમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરવો પોલીસ માટે જાણે પડકાર હોય કે પછી પોલીસની રહેમનજર હેઠળ જ આ બધુ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. 

દારૂડીયા રાહુલ ગાંધીની ધરપકડ, નશામાં ચકચુર થઇ AUDI ચલાવી, PI ને કહ્યું તારા પટ્ટા ઉતરી જશે

સુરત : પોલીસ અને સુરત અવાર નવાર વિવિધ ગુનાઓના કારણે ચર્ચામાં રહે છે. સુરત હાલ ગુજરાતનું એકમાત્ર એવું શહેર છે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અન્યોની તુલનાએ ખુબ જ કથળેલી છે. રોજેરોજ હત્યા, બળાત્કાર, લૂંટ અને મારામારીના તો અસંખ્ય ગુનાઓ બને છે. હીટ એન્ડ રન જેવા ગુનાઓ પણ સામે આવતા રહે છે. તેવામાં સુરતમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરવો પોલીસ માટે જાણે પડકાર હોય કે પછી પોલીસની રહેમનજર હેઠળ જ આ બધુ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. 

જો કે ખટોદરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખટોદરા પોલીસ દ્વારા એક વ્યક્તિને ઝડપી લાવવામાં આવ્યો હતો. જે નશાની હાલતમાં હતો. પોતે જીંગાનો વેપારી હોવાનું સતત રટણ કરી રહ્યો હતો. રસ્તા પર ભયજનક રીતે ઓડી ગાડી ચલાવી રહ્યો હતો. જેથી પોલીસને કોલ મરતા પોલીસ તત્કાલ સ્થળ પર પહોંચીને તેની અટકાયત કરી હતી. તેને લઇને પોલીસ સ્ટેશન પહોંચી હતી. જો કે તે વ્યક્તિએ પોલીસ સ્ટેશન પર પણ ભારે હોબાળો કર્યો હતો અને સમગ્ર પોલીસ સ્ટેશન માથે લીધું હતું. 

પોલીસ સ્ટેશનમાં પુછપરછ દરમિયાન તે ઝીંગાનો વેપારી હોવાનું અને તેનું નામ રાહુલ ગાંધી હોવાનું સામે આવ્યું છે. પોલીસ સ્ટેશનમાં હોબાળો કરવા અને પીઆઇની ચેમ્બરમાં ઘુસીને તેમને ધમકી આપવા બદલ તેની વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને પોલીસે હાલ તેની ધરપકડ કરી છે. આ ઉપરાંત તેની પાસે રહેલી ઓડી ગાડી પણ જપ્ત કરી છે. હાલ તો પોલીસ આ વ્યક્તિ વિરુદ્ધ ઉદાહરણ બેસે તેવી કાર્યવાહી કરવા માટે અલગ અળગ કલમો લગાવીને કેસને મજબુત કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news