World Cup Final: રવિવારે ભૂલથી પણ ના નીકળતા અમદાવાદના આ રસ્તાઓ પર, વાહન લઈને નીકળ્યા તો ભરાશો
અમદાવાદમાં વર્લ્ડ કપની ક્રિકેટ મેચને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે પાર્કિગ પ્લોટ રહેશે. તેમજ સવારથી કેટલાક રૂટની ડાયવર્ટ કરાયા છે, તો કેટલાક રૂટ બંધ કરાયા છે. અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
World Cup 2023: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 અંતિમ તબક્કામાં આવી ગયો છે અને રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે, જેને લઈને અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ હાઈવોલ્ટેજ મહામુકાબલામાં અનેક સ્ટાર્સ,હસ્તીઓ અને નેતાઓ સ્ટેડિયમમાં હાજર રહેવાના છે. ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટે કી ટક્કર થશે. બીજી બાજુ અમદાવાદમાં વર્લ્ડ કપની ક્રિકેટ મેચને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે પાર્કિગ પ્લોટ રહેશે. તેમજ સવારથી કેટલાક રૂટની ડાયવર્ટ કરાયા છે, તો કેટલાક રૂટ બંધ કરાયા છે. અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક સહિત પોલીસનાં હજારોથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ તૈનાત રહેશે. તમને જણાવી દઈએ કે આ બ્લોકબસ્ટર મેચમાં ભારતની કેપ્ટનશીપ રોહિત શર્મા કરશે.
અમદાવાદમાં વિશ્વકપની ફાયનલ હોવાથી જબરદસ્ત માહોલ છે. રવિવારે યોજનારી આ મેચ જોવા માટે વિશ્વભરમાંથી લોકો અમદાવાદ આવતા હોવાથી પોલીસ પણ એલર્ટ બની છે. એવા અહેવાલો છે કે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ પીએમ પણ અમદાવાદ આવી શકે છે. જેને પગલે પોલીસે નવેસરથી તૈયારીઓ કરી છે. આ અન્વયે આજે પોલીસ કમિશ્નર જી.એસ.મલિક, IPSએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) ની સત્તા અન્વયે આગામી તા.૧૯/૧૧/૨૦૧૩ ના રોજ ICC CRICKET WORLD CUP – 2023 ની ફાયનલ મેચ 'નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ' મોટેરા, સાબરમતી, અમદાવાદ શહેર ખાતે રમાનાર છે. આ મેચ જોવા માટે આવનાર VVIP, મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો, ખેલાડીઓ અને સેલીબ્રીટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે નીચે મુજબનો હુકમ કરૂ છું.
અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ' મોટેરા, સાબરમતી ખાતે ICC CRICKET WORLD CUP – 2023 ની મેચો રમાનાર હોય જે મેચો દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે.
- જનપથ ટીથી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ અવર જવર માટે પ્રતિબંધિત તે ડાયવર્ઝન વાળો માર્ગ રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત
- ૧. તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
- ૨. કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
અપવાદ: સદર ક્રિકેટ મેચ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો,આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનાર તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગું પડશે નહી.
જાહેરનામાની અમલવારીની વિગત:
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને નીચે મુજબ તારીખ સામે જણાવેલ સમયગાળા મુજબ કરવાનો રહેશે. 19 તારીખે આ જહેરનામિં સવારના 10થી લઈને રાત્રિના 12 કલાક સુધી લાગુ રહેશે.