રાજુ રૂપરેલીયા/દ્વારકા: જિલ્લા અનેક વિસ્તારોમાં આરોગ્યની સ્થિતિ ગંભીર દેખાઇ રહી છે. ખંભાળિયા તાલુકાના બારા ગામે ભેદી રોગચાળો ફાટી નિકળ્યો છે. માત્ર 3500ની વસ્તી ધરાવાતા બારા ગામમાં 500 કરતા પણ વધુ લોકો એક સાથે બિમાર પજતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્વારકા જિલ્લો આમ તો દરિયા કિનારાની નજીકનો જિલ્લો છે જેથી અહિં ગરમીનું પ્રામાણ બધા ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતા સામાન્ય રહે છે. જ્યારે વાત કરીએ રોગચાળાની તો, દ્વારકાના ખંભાળિયા વિસ્તારમાં આવેલા કેટલાક ગામડાઓમાં છેલ્લા 20 દિવસથી 500 કરતા વધારે લોકો એક સાથે બિમાર પડતા આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઇ છે.


LRD પેપરલીક કાંડમાં ગુજરાત ATSએ કરી મુખ્ય આરોપી વિનોદ ચિખારાની ધરપકડ



3500ની વસ્તી ધરાવતા બારા ગામમાં 500થી વધુ લોકો એક સાથે બિમાર થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. 400 થી 500 જેટલા લોકોને છેલ્લા 20 દિવસથી તાવ તેમજ સાંધાના દુખાવાની બિમારી લાગી છે. બારા ગામના તમામ 500થી વધુ લોકોને ખંભાળીયા સિવિલ હોસ્પિટલમાં તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં કરાયા એડમિટ કરવામાં આવ્યા છે.