રાજુ રૂપરેલિયા/દ્વારકા: યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં શરદ મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. શારદાપીઠના પૂજારી દ્વારા ભગવાન દ્વારકાધીશને રીઝવવા માટે ગોપીનો વેશ ધારણ કર્યો હતો. શાસ્ત્રોમાં શરદ પૂનમનું અનેરું મહત્વ છે, ત્યારે સમગ્ર દેશ અને ગુજરાતની સાથે સાથે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં શરદોત્સવનો કાર્યક્રમ નિમિતે ભગવાન દ્વારકાધીશ જગતમંદિરના પટાંગણમાં અનેક પૂજારી પરિવાર, સ્થાનિક ભક્તો તથા શ્રદ્ધાળુઓ અહી ભગવાનના સાનિધ્યમાં રાસ રમ્યા હતા. ત્યારે શારદાપીઠના પૂજારી આંનાડ ભાઈ વર્ષોની પરંપરા મુજબ ગોપીના વેશમાં આવ્યા હતા. અને ભગવાન દ્વારકાધીશના ઉત્સવ સ્વરૂપની મહા આરતી કરી હતી.


અમદાવાદ: બાવળા-ચાંગોદર હાઇવે પર આવેલી પ્રદીપ ઓવરસીઝ નામની કંપનીમાં આગ


આ મહોત્સવમાં ભગવાન દ્વારકાધીશને દૂધ,પોવ કેસર, મિશ્રી તથા સુકામેવાનો ભોગ પણ ભગવાન ચડાવવામાં આવ્યો હતો. આ મહા આરતીનો લાભ તમામ ભક્તોએ લીધો અને ત્યાર બાદ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ગરબે ઘૂમ્યા હતા. અને ગોપીના વેશથી પરિધાન કરેલા આનંદભાઈ પૂજારીના પણ ભક્તોએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.


જુઓ LIVE TV :