અમદાવાદ: બાવળા-ચાંગોદર હાઇવે પર આવેલી પ્રદીપ ઓવરસીઝ નામની કંપનીમાં આગ

બાવળા ચાંગોદર હાઇવે પર આવેલી પ્રદીપ ઓવરસીઝ નામની કંપનીમાં અચાનક ભયાનક આગ લાગી ગઇ હતી. આ કંપની દ્વારા સુતરાઉ કાપડની ચાદરો બનવામાં આવે છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ આગની તીવ્રતા વધારે હોવાના કારણે અમદાવાદથી વધુ ફાયરની ટીમની મદદ લેવામાં આવી છે. 

Kuldip Barot - | Updated: Oct 13, 2019, 10:55 PM IST
અમદાવાદ: બાવળા-ચાંગોદર હાઇવે પર આવેલી પ્રદીપ ઓવરસીઝ નામની કંપનીમાં આગ

જાવેદ સૈયદ/અમદાવાદ: બાવળા ચાંગોદર હાઇવે પર આવેલી પ્રદીપ ઓવરસીઝ નામની કંપનીમાં અચાનક ભયાનક આગ લાગી ગઇ હતી. આ કંપની દ્વારા સુતરાઉ કાપડની ચાદરો બનવામાં આવે છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ આગની તીવ્રતા વધારે હોવાના કારણે અમદાવાદથી વધુ ફાયરની ટીમની મદદ લેવામાં આવી છે. 

સુતરાઉ કાપડની ચાદરો બનાવતી કંપનીના ગોડાઉનમાં વિશાળ આગ લાગી હતી. જ્યારે આ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા અનુમાન લગાવામાં આવી રહ્યું છે, કે આ આગ ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે લાગી હોઇ શકે છે.

અમદાવાદ: મર્સીડીઝ કારમાં દારૂની મહેફીલ માણી પિસ્ટલ સાથે ફરતા ત્રણની ધરપકડ

પ્રદીપ ઓવરસીઝ નામની કંપનીના ગોડાઉનમાં પડેલી સુતરાઉ કાપડની તૈયાર ચાદરોમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં ગોડાઉનમાં તૈયાર કરવામાં આવેલો તમામ માલ ભડકે બળ્યો હતો. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગમાં કોઇ પણ પ્રકારની જાન હાનીના અહેવાલ નથી.

જુઓ LIVE TV :