અમદાવાદઃ શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેરને રોકવા માટે રાજ્ય સરકાર આક્રમક થઈ છે. અમદાવાદમાં કોરોનાને રોકવા માટે ઉચ્ચ અધિકારીઓની બેઠકોનો દોર શરૂ થયો છે. આ સાથે અમદાવાદમાં આજે મધ્યરાત્રીથી 15 મે સુધી દૂધ અને મેડિકલ સિવાયની તમામ વસ્તુઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં એક ઉચ્ચ સ્તરિય બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ હાજર રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ વરિષ્ઠ તબીબો પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવી હતી. જેમાં સરકારના અધિકારી અને અમદાવાદના તબીબો સાથે ચર્ચા કરવામાં આવી છે. દર્દીને સારી સારવાર મળે તે માટે સલાહ મેળવવામાં આવી હતી. 


નીતિન પટેલે કહ્યું કે, આજે મુખ્યમંત્રીના નિવાસ્થાને બેઠક મળી જેમાં કોરોના વાયરસ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં મોટા ભાગના કેસ અમદાવાદના છે. શહેરમાં કુલ 65 લાખની વસ્તી છે. તેમણે કહ્યું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં કેસ સામે આવી રહ્યાં છે. મહાનગર પાલિકા પણ કામગીરી કરી રહ્યું છે. 


Big Breaking : આજે રાત્રે 12 વાગ્યાથી 15 મે સુધી અમદાવાદ સંપૂર્ણ બંધ, દૂધ-દવા સિવાય કંઈ નહિ મળે


નીતિન પટેલે કહ્યું કે, સિવિલ બોસ્પિટલમાં 1200 બેડની સુવિધા છે. ઓપીડીમાં 150થી વધારે તબીબો તપાસ માટે આવે છે. હોસ્પિટલમાં તમામ સાધનો ઉપલબ્ધ છે. 96 જેટલા ડાયાલીસીસ મશિનો પણ છે. આ હોસ્પિટલમાં મૃત્યુની સંખ્યા વધતા રાજ્ય સરકારની ચિંતા વધી છે. પ્રોટોકોલ પ્રમાણે જે માત્રામાં દવા અપાઈ રહી છે. અમે આ મામલા સઘન તપાસ કરી રહ્યાં છીએ. સ્વચ્છતા સારું ભોજન અને વ્યવસ્થા જળવાય તે જરૂરી છે.. આજે ખાનગી નિષ્ણાત સાથે તમમાં મુદ્દે ચર્ચા કરી છે. આર.કે. મહેતા, કેતન દેસાઇ, અતુલ પટેલ,  કલમેશ ઉપાધ્યાય, ચિરાગ દોશી, પાર્થિવ મહેતા, હિમાંશુ પટેલ, ડો જીસી પટેલ સહિતના તબીબો સાથે ચર્ચા કરવામાં આવી છે. 


કોરોનાઃ ગુજરાતની હાલની પરિસ્થિતિ માટે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ જવાબદારઃ કોંગ્રેસ  


તેમણે કહ્યું કે, રાજ્ય અને શહેરમાં ક્યાંય ચૂક રહી નથી. વિશ્વમાં 25-50 હજાર કેસો છે. તેની સામે ગુજરાત અને ભારતમાં મર્યાદિત કેસો છે. જે મોત થઈ રહ્યાં તેને લઈને ચિંતા છે. અમે વિશ્વના જાણીતા ડોક્ટરો સાથે પણ વાત કરી રહ્યાં છીએ. તો વિજય નેહરા અંગે પ્રતિક્રિયા આપતા નીતિન પટેલે કહ્યું કે, તેઓ કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા ક્વોરેન્ટાઇન થયા છે. તેમના જણાવ્યા બાદ મનપાના પૂર્વ કમિશનરને ચાર્જ સોંપવામાં આવ્યા છે. પંકજકુમાર પણ સમગ્ર કામમાં જોડાયેલા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર