અમદાવાદઃ આજે અમદાવાદમાં બના બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું હતું. હવે આ સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' (Narendra Modi Stadium) રાખવામાં આવ્યું છે. ત્યારબાદ અમેક જગ્યાએ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (Nitin Patel) તેના પર પત્રકાર પરિષદ કરી હતી. નીતિન પટેલે કહ્યુ કે, ગુજરાત અને દેશ માટે ખુબ ગૌરવની વાત છે કે સમગ્ર વિશ્વમાં આ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બોલ્યા નીતિન પટેલ
નવા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી પર રખાયા બાદ શરૂ થયેલા વિવાદ પર નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, અમિતભાઈ શાહની સ્ટેડિયમ બનાવવામાં પાયાની ભૂમિકા છે. આજે આ સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું છે. દેશને ગૌરવ અપાવે તેવું સ્ટેડિયમ બનાવી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા સ્ટેડિયમનું નામ  'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' (Narendra Modi Stadium) નામકરણ કરવામાં આવ્યું છે. 


આ પણ વાંચોઃ Ahmedabad: અત્યાધુનિક સુવિધાથી સજ્જ હશે સરદાર પટેલ Sports Enclave, જાણો તેની વિશેષતાઓ


નીતિન પટેલે કહ્યુ કે, સરદાર વલ્લભભાઈ પણ ભારતના ઘડવૈયા તેમના નામના સ્પોર્ટ્સ એન્કલેવનું આજે રાષ્ટ્રપતિના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ રમત સંકુલ નામ આપવામાં આવ્યું છે. વિશ્વ કક્ષાની તમામ વ્યવસ્થાઓ રમતગમત સંકુલમાં ઉભી કરાશે.આ સંકુલમાં ભારત સરકારનો પણ સહયોગ પ્રાપ્ત થવાનો છે. એ મહાન બે મહાન નેતાઓ ગુજરાતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર ભાઈ મોદીના નામ સંકુલો સાથે જોડવામાં આવ્યા છે.


કોંગ્રેસ પર કર્યા પ્રહાર
નીતિન પટેલે કહ્યુ કે, કોંગ્રેસ દ્વારા દરેક જગ્યાએ નામકરણમાં ગાંધી-નેહરૂ પરિવારના નામે કરવામાં આવ્યા છે. નેહરુ-ગાંધી પરિવાર, જવાલાલ નેહરૂ- ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીના નામ તમામ સરકારી વિગતો સાથે જોડ્યા છે. બીજા કોઈ પણ મહાન નેતાઓના નામ કોંગ્રેસ દ્વારા જોવામાં નથી આવ્યા. દેશના મહાન નેતાઓ સાથે કોંગ્રેસે અપકૃત્ય કર્યો છે, અન્યાય કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ રમત ગમત સંકુલ નામ જોડવામાં આવ્યું છે તેને ટીકાની દ્રષ્ટિએ કોંગ્રેસ જોઈ રહી છે.


આ પણ વાંચોઃ Motera Stadium નું નામ બદલાયું, હવે કહેવાશે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ 


નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વર્ષ 2004માં ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ બન્યા પછી નિર્ણય કર્યો કે દેશના યુવાનોને ક્રિકેટની રમતમાં આગળ વધવા માટે મોટેરા નું સ્ટેડિયમ તોડી અતિઆધુનિક સ્ટેમ બનાવવાનો નિર્ણય લેવાયો હતો.ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ની શરૂઆત પણ થઇ ગઇ છે સરદાર પટેલનું નામ બદલીને નરેન્દ્રભાઈ મોદીનું નામ આપ્યું એ કોંગ્રેસના લોકો જે અફવા ફેલાવે છે કે ખોટો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસના લોકોને અભ્યાસ કરવા માટે કહેવામાં આવ્યું મોટેરા સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં આવેલું છે અને એ કોર્પોરેશનની માલિકીનું છે તેનું નામ આજે પણ સરદાર પટેલ સ્ટેડિયમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube