Morbi: રેમડીસીવીર ઈંજેકશન લેવા માટે વહેલી સવારથી લાગી લાઇનો
રાજકોટથી મોરબી જિલ્લાને સવારના ૧૦.૩૦ વાગ્યા સુધી રેમડીસીવીર ઈંજેકશન આપવામાં આવ્યા ન હતા. જેથી કરીને વહેલી સવારે પાંચ વાગ્યાથી જે લોકો પોતાના પરિવારના કોરોનાગ્રસ્ત દર્દી માટે રેમડીસીવીર ઈંજેકશન (Remdesivir Injection) લેવા માટે લાઇનમાં હતા.
હિમાશું, ભટ્ટ, મોરબી: મોરબી (Morbi) જિલ્લામાં કોરોના (Coronavirus) દર્દીઓની સારવાર માટે રેમડીસીવીર ઈંજેકશન લેવા માટે તેના પરિવારજનો અને હોસ્પિટલનો સ્ટાફ હેરાન થતો હોય છે તેમ છતાં પણ તે લોકોને જરૂરિયાત મુજબ રેમડીસીવીર ઈંજેકશન (Remdesivir Injection) મળતા નથી. કારણ કે મોરબી જિલ્લાને હાલમાં ઉપરથી રેમડીસીવીર ઈંજેકશનનો પૂરતો જથ્થો ફાળવવામાં આવતો નથી. આજના દિવસે મોરબી શહેરની વીસી હાઈસ્કૂલ ખાતેથી રેમડીસીવીર ઈંજેકશન આપવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી .
જો કે, રાજકોટથી મોરબી જિલ્લાને સવારના ૧૦.૩૦ વાગ્યા સુધી રેમડીસીવીર ઈંજેકશન આપવામાં આવ્યા ન હતા. જેથી કરીને વહેલી સવારે પાંચ વાગ્યાથી જે લોકો પોતાના પરિવારના કોરોનાગ્રસ્ત દર્દી માટે રેમડીસીવીર ઈંજેકશન (Remdesivir Injection) લેવા માટે લાઇનમાં હતા. તેને હજુ પણ ક્યારેય રેમડીસીવીર ઈંજેકશન (Remdesivir Injection) મળશે તે કહેવું મુશ્કેલ છે.
Rajkot: સમરસ કોવિડ સેન્ટરનાં પાંચમા માળેથી પોઝીટીવ મહિલા દર્દીની મોતની છલાંગ
હાલમાં સમગ્ર ગુજરાતની અંદર રેમડીસીવીર ઈંજેકશનની માંગ વધી રહી છે. ત્યારે જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાની અંદર પણ છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે હાલમાં જે લોકોને કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવે છે. તેમાંથી મોટાભાગના દર્દીઓને રેમડીસીવીર ઈંજેકશન (Remdesivir Injection) આપવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે.
જેથી કરીને મોરબી જિલ્લાની અંદર પણ રેમડીસીવીર ઈંજેકશનની જરૂરિયાત વધી રહી છે અને ડિમાન્ડ પણ વધી રહી છે. તેમછતાં પણ સરકારમાંથી મોરબી જિલ્લાને પૂરતા પ્રમાણમાં રેમડીસીવીર ઈંજેકશનનો જથ્થો ફાળવવામાં આવતો નથી. જેથી કરીને રાતના ઉજાગરા કરવા છતાં પણ ઘણા બધા દર્દી કે જેમને રેમડીસીવીર ઈંજેકશન (Remdesivir Injection) આપવા જરૂરી હોય છે, તેને રેમડીસીવીર ઈંજેકશન મળતા નથી.
રાજકીય અને સામાજિક મેળાવડા સંપૂર્ણ બંધ કરાવો, 14 દિવસનું લોકડાઉન લાવવું જોઈએ- ડો.દેવેન્દ્ર પટેલ
જો વાત કરીએ મોરબીની તો આજે સવારના ૯ વાગ્યાથી રેમડીસીવીર ઈંજેકશન આપવાની કામગીરી શરૂ કરવાની હતી પરંતુ અફસોસની વાત એ છે કે સાડા ૧૧ વાગ્યા સુધી મોરબીની અંદર રેમડીસીવીર ઈંજેકશન આવ્યા ન હતા. જેથી કરીને વહેલી સવારે પાંચ વાગ્યાથી દર્દીઓના પરિવારજનો તેમજ જે કોરોનાગ્રસ્ત દર્દી હોસ્પિટલમાં હોય તેના માટે હોસ્પિટલનો સ્ટાફ લાઈનમાં છે પરંતુ રેમડીસીવીર ઈંજેકશન આપવામાં આવ્યા નથી.
હજુ સુધી કોઈને રેમડીસીવીર ઈંજેકશન આપેલ નથી આટલું જ નહીં હજુ ક્યારે રેમડીસીવીર ઈંજેકશન આપવામાં આવશે તે નક્કી નથી. કારણ કે રાજકોટથી મોરબી જિલ્લાને રેમડીસીવીર ઈંજેકશન (Remdesivir Injection) આપવા માટેનો મેસેજ આજે સવારે સાડા આઠેક વાગ્યે આપવામાં આવેલ છે પછી વાહન રેમડીસીવીર ઈંજેકશન લેવા મતરે રવાના કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુનાવણી, કોર્ટ સમક્ષ રાજ્ય સરકારે કરી આ કબૂલાત
જેથી આ રેમડીસીવીર ઈંજેકશન મોરબી આવતા લગભગ ત્રણેક કલાક જેટલો સમય લાગે તેવી શક્યતા છે. ગઈકાલે મોરબી જિલ્લાને માત્ર ૪૦૦ રેમડીસીવીર ઈંજેકશન આપવામાં આવ્યા હતા. જેની સામે એક હજારથી વધુ રેમડીસીવીર ઈંજેકશન લેવા માટે લોકો આવ્યા હતા અને મોટાભાગના લોકોને ગઇકાલે રેમડીસીવીર ઈંજેકશન મળેલ ન હતા.
આજે પણ મોરબી સિવિલ હોસ્પિટલ (Morbi Civil Hospital) માંથી ૪૦૦૦ જેટલા રેમડીસીવીર ઈંજેકશન માંગવામાં આવેલ છે, પરંતુ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આજના દિવસે માત્ર ૬૦૦ રેમડીસીવીર ઈંજેકશન મોરબી જીલ્લાને મળવાના છે. જેમાંથી ૨૦૦ સિવિલના દર્દી માટે રાખશે અને બાકીના અન્ય દ્દર્દીઓ માટે આપશે જેથી આજે પણ ઘણા દર્દીઓને રેમડીસીવીર ઈંજેકશન નહિ મળે તે નિશ્ચિત છે.
ગુજરાતથી મહારાષ્ટ્ર જતા મુસાફરો માટે મહત્વના સમાચાર, RT-PCR ટેસ્ટ સાથે આ નિયમોનું કરવું પડશે પાલન
આમ ક્યાંકને ક્યાંક વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની બેદરકારીને કારણે દર્દીને સમયસર રેમડીસીવીર ઈંજેકશન (Remdesivir Injection) ન મળવાના કારણે કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ થતા હોય તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી જેથી કરીને દ્વારા તાત્કાલિક ધોરણે મોરબી જિલ્લાની પૂરતા પ્રમાણમાં રેમડીસીવીર ઈંજેકશનનો જથ્થો મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અત્યારે સમયની માંગ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube