Rajkot: સમરસ કોવિડ સેન્ટરનાં પાંચમા માળેથી પોઝીટીવ મહિલા દર્દીની મોતની છલાંગ
રાજકોટનાં યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ હોસ્ટેલની કોવિડ કેર સેન્ટરમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વહેલી સવારે 4 વાગ્યે કોરોના પોઝીટીવ દર્દી નિરૂબેન ભલગામાએ પાંચમાં માળની બાલકનીમાંથી ઝંપલાવીને મોતને વ્હાલું કરી લીધું હતું.
Trending Photos
ગૌરવ દવે /રાજકોટ : રાજકોટ (Rajkot) ના યુનિવર્સિટી રોડ પર આવેલા સમરસ હોસ્ટેલનાં કોવિડ કેર (Covid Care) સેન્ટરનાં પાંચમાં માળેથી કોરોના (Coronavirus) પોઝીટીવ મહિલા દર્દીએ મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે 4 વાગ્યે કોરોના વોર્ડની બાલકનીમાંથી મોતની છલાંગ લગાવી હતી. અવાજ આવતા તબીબો દોડ્યા હતા જોકે નિચે પટકાતા જ દમ તોડી દીધો હતો. કોરોના પોઝીટીવ આવતા હતાશા થી પગલું ભર્યું હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
રાજકોટ (Rajkot) ના મોરબી રોડ (Morbi Road) પર આવેલ તિરૂપતિ સોસાયટીમાં રહેતા નિરૂબેન ભલગામાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા રાજકોટ સિવીલ હોસ્પિટલ (Civil Hospital) માં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી ગઇકાલે રાત્રે રાજકોટનાં યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ હોસ્ટેલની કોવિડ કેર સેન્ટરમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વહેલી સવારે 4 વાગ્યે કોરોના પોઝીટીવ દર્દી નિરૂબેન ભલગામાએ પાંચમાં માળની બાલકનીમાંથી ઝંપલાવીને મોતને વ્હાલું કરી લીધું હતું.
ઘટનાની જાણ થતા તબીબો અને નર્સિંગ સ્ટાફ દોડ્યો હતો. પરંતું નિચે પટકાતા જ દમ તોડી દીધો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક નિરૂબેન ભલગામાને ડાયાબિટીસની બિમારી હતી. કેટલાક દિવસ થી બિમાર પડતા કોરોનાની શંકાએ ગઇકાલે રીપોર્ટ કરાવ્યો હતો. રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે હતાશાને કારણે આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાને પગલે પરિવારમાં શોક છવાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે