મધરાતે કચ્છ-જામનગરમાં ભૂકંપના આંચકા, અલગ અલગ સમયે 3 આંચકાથી લોકોમાં ફફડાટ
સતત સૌરાષ્ટ્ર કચ્છમાં ધરા ધ્રૂજવાના બનાવો બની રહ્યાં છે. સતત સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ભૂકંપ (earthquake) ના આંચકા અનુભવાઈ રહ્યાં છે
ઝી મીડિયા/બ્યૂરો :સતત સૌરાષ્ટ્ર કચ્છમાં ધરા ધ્રૂજવાના બનાવો બની રહ્યાં છે. સતત સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ભૂકંપ (earthquake) ના આંચકા અનુભવાઈ રહ્યાં છે. મોડી રાત્રે જામનગર અને કચ્છ (kutch) માં અલગ અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના રાપર, ખાવડા અને લાલપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. તો જામનગરના લાલપુરમાં 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ખાવડાથી 18 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. અન્ય આંચકાનું કેન્દ્રબિંદુ જામનગર (jamnagar) ના લાલપુરથી 28 કિમી દૂર નોંધાયું છે. કચ્છમાં ભૂકંપના આંચકાઓનો દોર ચાલુ રહ્યો છે.
રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય, જમીન ખરીદીના નિયમોમાં કર્યો મોટો બદલાવ
રાપરમાં રાત્રે 10.49 કલાકે પહેલો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેના બાદ સતત અલગ અલગ સમયે કચ્છમાં આંચકા આવ્યા હતા. મોડી રાત્રે 1.45 કલાકે, 1.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તો 1.46 કલાકે 1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તો કચ્છના સરહદી વિસ્તાર ખાવડામાં સવારે 3. 22 કલાકે 3.4ની તીવ્રતાનો આંચકો આવતા ધરા ધ્રુજી હતી. સતત આંચકાથી કચ્છવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. આખી રાત લોકો જાગતા રહ્યા હતા. રાતના આંચકા બાદ માંડ ઘરમાં ગયા તો વહેલી સવારે ફરી ધરા ધ્રૂજી હતી. લોકો મીઠી ઊંઘમાંથી જાગી ગયા હતા.
તો બીજી તરફ, જામનગર ગ્રામ્ય પંથકમાં મોડી રાતે ભૂકંપના આંચકાઓ આવ્યા હતા. 1.8, 1.6 અને 2.1 ની તીવ્રતાના ત્રણ હળવા આંચકા અનુભવાયા હતા. ત્રણેય ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ લાલપુરથી અનુક્રમે 28, 25 અને 22 કિલોમીટર દૂર હતું. કાલાવડના બાંગા, બેરાજા અને સરાપાદર સહિતના ગામોમાં આંચકા અનુભવાયા હતા. છેલ્લા એક સપ્તાહથી જામનગરમાં હળવા આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. ચોમાસામાં ફરીથી જૂની ફોલ્ટ લાઈન સક્રિય થતા આ આંચકા અનુભવાઈ રહ્યાં છે.
ગુજરાતના અન્ય મહત્વના સમાચાર....
4 કલેક્ટરના પગારની બરાબરી કરતા પશુપાલક ગંગાબેને માત્ર 1 ગાયથી બિઝનેસની શરૂઆત કરી હતી
પાટીલે જુનાગઢના ભાજપના કાર્યકર્તાઓનો ક્લાસ લીધો, લોકોના કામ કરવા ટકોર કરી
ગુજરાતમાં 4 દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભીલોડામાં મધરાતે તૂટી પડ્યો વરસાદ...
સુધારા પર છે ભરતસિંહ સોલંકીની તબિયત, સીમ્સ હોસ્પિટલે આપ્યા લેટેસ્ટ અપડેટ